________________
જ્ઞાનાવરણીયાદિ કર્મોના સંપૂર્ણનાશનો અને અનુબંધના નાશનો ઉપાય પ્રતિમાકલ્પ ઇત્યાદિ વિવિધ અનુષ્ઠાન જ હોય, માટે કાયપીડા સુસંગત છે. = પ્રતિમાસ્વીકારની યોગ્યતાને પામેલા સાધુએ પ્રતિમાઓ સ્વીકારવી જોઈએ. વર્તમાનકાળમાં પૂર્વોનો વિચ્છેદ થયેલ હોવાથી ભિક્ષુપ્રતિમાનો વિચ્છેદ થયો છે ત્યારે જે અભિગ્રહો ગીતાર્થોને બહુમાન્ય હોય અને અદૂભૂત હોવાના કારણે પ્રશંસાનું કારણ હોવાથી શાસનપ્રભાવનાનું કારણ બને તે અભિગ્રહો ભાવ અને ક્રિયા બંનેથી સ્વીકારવા. જેમકે ઠંડી વગેરે સહન કરવું, પદ્માસને બેસવું, વિવિધ દ્રવ્યાદિ અભિગ્રહો કરવા. છતી શક્તિએ મદ અને પ્રમાદથી અભિગ્રહો ન કરવા તે અતિચાર છે. માટે આ બધા અભિગ્રહોને સ્વશક્તિ અનુસાર જિનાજ્ઞા પ્રમાણે આરાધી જીવો જલ્દી સંસારનો ક્ષય કરે છે. વગેરે આગમિક પદાર્થો આ પંચાશકમાં જાણવા મળે છે.
૧૯. તપોવિધિ પંચાશક : શાસ્ત્રમાં અનશનાદિ બાર પ્રકારનો તપ વર્ણવાયેલો છે, અને વિશેષથી તીર્થકરોના પવિત્ર કલ્યાણકના દિવસોમાં થતો તપ તીર્થકરનિર્ગમઆદિ તપનું પણ વર્ણન કરેલું છે. આ તપમાં તીર્થકરની પ્રવજ્યા આદિનું આલંબન અતિશય શુભભાવરૂપ હોવાથી સર્વગુણોનો સાધક છે તથા ધર્મસમ્બન્ધી વિશેષજ્ઞાન વગરના બાળજીવોનું વિશેષ હિત કરે છે. - અન્યદર્શનીઓએ પણ વિષય, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ અનુષ્ઠાનને મોક્ષનું કારણ કહ્યું છે.
વિષયશુદ્ધ : જે તપમાં વિષય શુદ્ધ હોય તે તપ વિષયશુદ્ધ કહેવાય. ઉદા. તીર્થકર નિર્ગમન તપનું તીર્થકરની પ્રવ્રજયા પ્રશસ્ત નિમિત્ત છે.
સ્વરૂપશુદ્ધ : જે તપમાં આહારત્યાગ, બ્રહ્મચર્ય, જિનપૂજા, સાધુદાન આદિ પ્રવૃત્તિઓ હોય તે તપ સ્વરૂપશુદ્ધ છે.
અનુબંધશુદ્ધ : જે તપમાં પરિણામનો ભંગ ન થાય પણ સતત વૃદ્ધિ થાય તે તપ અનુબંધશુદ્ધ છે. માટે ભાવશુદ્ધિથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય તે રીતે તપ (ધર્મ) આરાધવો જોઈએ.
આ પંચાશકમાં ચાન્દ્રાયણ, રોહિણી, સર્વાંગસુંદર આદિ અનેક તપનું વિધાન જાણવા મળે છે અને કયા આશયથી તપ કરવો જોઈએ તેનું પણ વર્ણન અહીં જાણવા મળે છે.
૨૦ ઉપધાન પ્રતિષ્ઠાવિધિ પંચાશક : અબુધ જીવોના સંમોહને નષ્ટ કરવા આ પંચાશકમાં નીચેના મુદ્દાઓ વર્ણવાયા છે. નવકાર આદિ સૂત્રોના ઉપધાન કરવા
33