________________
परिशिष्टम् - ७
३०१
४ / ३४ लोकविरुद्धानि સર્વ લોકોની નિંદા સ્વચ્છાશયપૂર્વક ધર્મ કરનાર સાધકોની હાંસી-મજાક મશ્કરી કરવી. લોકપૂજનીય એવા મહાપુરુષોની અવજ્ઞા, આશાતનાદિ કરવા.
४ / ३५ न परे સાતમા ગુણઠાણે રહેલા અપ્રમત્તસંયતો પ્રણિધાનરૂપ પ્રાર્થના કરતા નથી કારણ કે પ્રાર્થનાથી તેમને કાંઈ પણ મેળવવાનું નથી. તેઓ સાધ્વાચારનું શ્રેષ્ઠપણે પાલન કરનારા છે તથા કુશલ પરિણામવાળા હોય છે. માટે જ પ્રાર્થના૨હિત અવસ્થાને પામેલા છે.
-
૪/૨૮ ધર્માંવેશો-ધર્માંર્ - જ્ઞાનયોગના પ્રકર્ષરૂપ કેવલજ્ઞાન દ્વારા પ આ તીર્થંકર ધર્મદેશના દ્વારા ધર્મની પ્રાપ્તિ કરાવનારા છે. અથવા તીર્થંકરો ધર્મનો ઉપદેશ ભવ્યજીવોને આપે છે માટે ધર્માદેશ કહેવાય.
४/३९ तददुष्टम् નિદાન સરાગચિત્તવિષયક સંસારનો અનુબંધ કરાવનાર હોવાથી દુષ્ટ છે માટે તેનાથી તીર્થંકરપણું પ્રાપ્ત થતું નથી. તીર્થંકરનામકર્મ તો મહાકલ્યાણના આશ્રયરૂપ છે.
-
४/४६ सूत्रभणितेन विधिना નિર્વાણપદને ઇચ્છતા ગૃહસ્થે પ્રમાદ કર્યા વિના શાસ્ત્રાનુસાર જિનપૂજા કરવી. કારણકે છદ્મસ્થ આત્માઓને જિનવચનરૂપ આગમ છોડીને અન્ય કોઈ પ્રમાણ વિદ્યમાન નથી માટે જિનવચનના પાલન માટે વિશેષ પ્રયત્ન કરવો.
-
४/४८ उत्तमधर्मप्रसिद्धिः જિનપૂજાથી વર્તમાનભવમાં પુણ્યબંધ અને સાધુપણાની પ્રાપ્તિ થાય છે. અને પરલોકમાં દેવ-દેવેન્દ્ર-ચક્રવર્તી-તીર્થંકરપદવી પ્રાપ્ત થાય છે.
૧/૨ વર્ધમાનમ્ - પુણ્યોદય પ્રકર્ષપૂર્વક વધતો હોવાથી પ્રભુનું નામ સાર્થક છે. ५/७ ओधेन तं ज्ञापयित्वा જાણકાર ગુરુ અજ્ઞાની સાધકને પચ્ચક્ખાણની સામાન્ય સમજ આપીને કરાવે તો પચ્ચક્ખાણ શુદ્ધ બને. સાધકે જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે વિષયની જ વિરતિ ઇચ્છાય છે અને જે વિષયનું જ્ઞાન ન પ્રાપ્ત કર્યું હોય તેની આંશિક પણ વિરતિ થઈ શકતી નથી. માટે સાધકે આયંબિલાદિ જે પચ્ચક્ખાણ કરવાનું હોય તે પચ્ચક્ખાણ કેટલા સમયનું છે ? ક્યારે પૂર્ણ થાય ? તેમાં કઈ કઈ વસ્તુ ખપે ? કઈ વસ્તુઓ ન ખપે, વગેરે જાણકારી ગુરુ ભગવંત પાસે મેળવવી જોઈએ. જેથી ગ્રહણ કરેલ પચ્ચક્ખાણ શુદ્ધ થવાથી કર્મની મહાન નિર્જરા કરાવનારું બને.