________________
परिशिष्टम् - ७
३१५
મેળવવા સાધના ન કરતા હોવાથી તેઓ ભાવપ્રધાન સાધુ કહેવાતા નથી. પરંતુ દ્રવ્યસાધુ કહેવાય છે.
પરંતુ ભાવસાધુઓ દ્રવ્યસાધુ ઉપર દ્વેષ કરતા નથી કારણ કે સર્વજીવો પોતાના કર્મના પ્રભાવે જ વિચિત્ર પરિસ્થિતિ પામે છે. બળવાન એવું કર્મ પ્રવૃત્તિ થવા દેતું નથી. વિઘ્નો ઉભા કરે છે કહ્યું છે કે -
અન્યથા-વિપરીત થયેલા અર્થને શાસ્રપરિકર્મિતમતિ વડે ધીરપુરુષ આ પ્રમાણે વિચારે છે કે “સ્વામી-માલિકની જેમ કર્મ બળવાન છે જે કાર્યને વિપરીત કરે છે.”
૨૪/૪૮ પ્રૈવેયમ્ - ૧૪ રાજલોકરૂપ પુરુષની કલ્પના કરો. જેમાં ગળાના આભૂષણના સ્થાને રહેલા દિવ્ય વિમાનો ચૈવેયક તરીકે ઓળખાય છે.
૪/૧૦ અત્યન્ત માવસારમ્ – માર્ગસ્થ એવી પોતાની બુદ્ધિ વડે ઇષ્ટફલસાધકતાને વિચારીને મુક્તિપદને મેળવવા સાધુઓએ ક્રિયામાં પ્રયત્ન કરવો જોઈએ. જેથી ક્રિયાઓ અતિશયભાવવાળી શ્રેષ્ઠ બને.
१५/१० आलोचना, अभिग्रहाणां ग्रहणं च દાંડાની પ્રમાર્જના કરવી આદિ નવા અભિગ્રહો ધારણ કરવા અને પૂર્વે ગ્રહણ કરેલા નિયમો વિરાધના કર્યા વિના સંપૂર્ણ પાળ્યા છે એવું ગુરુ ભગવંતને કથન કરવું. સામાન્યથી ચાર મહિને આલોચના નહિ લેનાર સાધુ પ્રમાદી હોય, પરંતુ ક્યારેક અનુકૂળ સંયોગો ન મળવાથી આલોચના લેવાઈ ન હોય તેટલા માત્રથી તે સાધુ પ્રમાદી કહી શકાય નહીં પરંતુ અપ્રમત્ત જ કહેવાય. સાધુઓ એવા દેશમાં વિચરતા હોય કે જ્યાં ગીતાર્થની પ્રાપ્તિ થતી ન હોય, આ પરિસ્થિતિમાં આગમમાં જણાવેલ વિધિ અનુસાર આલોચના ગ્રહણ કરવાનો અન્ય સમય પણ હોઈ શકે છે.
१५/११ यतमानस्यापि યતના કરી રહેલા અત્યન્ત અપ્રમત્ત સાધુને પણ, તે છદ્મસ્થ હોવાથી અપરાધની સંભાવના છે.
-
-
१५/१४ प्रका સાધુને જે પ્રાયશ્ચિત્ત આવ્યું હોય તેને સહાય કરવાની ભાવનાથી પ્રાયશ્ચિત્તનો તપ શરૂ કરાવે તે પ્રકારી કહેવાય.
१५/१५ भावानुमानवान् ભાવ-જીવનો અધ્યવસાય, જીવના અધ્યવસાય સંબંધી અનુમાન. આલોચના કરનારના અભિપ્રાયને સમ્યક્ પ્રકારે જણાવનારું પ્રમાણ જેમનીપાસે છે તે ભાવાનુમાનવાળા કહેવાય.
-