________________
३२०
परिशिष्टम्-७ અવશ્ય કરવો જોઈએ.
૨૮/૧૦ ના સીસી વિમેતિ - પ્રતિમાધારી સાધુ કાયોત્સર્ગાદિમાં રહેલા હોય અને તે વખતે ફેલાઈ રહેલી આગ તેમને સ્પર્શે ત્યારે મહાસત્વશાળી હોવાથી અગ્નિથી દૂર જવાનો પ્રયત્ન ન જ કરે, કર્મના સામર્થ્યથી આગ પ્રમુખ આપત્તિ આવી જાય તો પણ ભયભીત ન બને.
૨૮/૨૭ વીરાસનમ્ - ગુરુ ભગવંતો નીચે પ્રમાણે વજસંઘયણ આસન કહે છે ભૂમિ ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલાની સિંહાસન લઈ લેતા ચલાયમાન થયા વિના જેવી સ્થિતિ થાય તેવી સ્થિતિ એ વીરાસન છે. ઉત્તમ સંઘયણબળયુક્ત સાધક અવિચલ અવસ્થામાં ધર્મ-શુક્લધ્યાનથી પોતે ભાવિત થતા હોય છે. લોકમાં ભોજનાદિ કાર્યોમાં વીરાસન પ્રસિદ્ધ છે.
૨૮/રૂરૂ મતિસૂક્ષ્મતું પણ રોષ - પ્રતિમાકલ્પ સ્વીકારનાર સાધુ વૈયાવચ્ચે કરતા નથી. આથી ગચ્છમાં રહેલા બાળ વૃદ્ધ, ગ્લાનાદિને વૈયાવચ્ચનો અંતરાય થાય. વૈયાવચ્ચ કરવાની ભાવના હોવા છતાં કાયિક પ્રવૃત્તિરૂપે વૈયાવચ્ચ કરતા નથી. જોકે ગુરુ, બાલ-વૃદ્ધાદિની વૈયાવચ્ચનું કાર્ય તો ગચ્છમાં રહેલ અનેક મુનિઓ પોતાની શક્તિ અનુસાર કરતા જ હોય છે. આથી પ્રતિમાકલ્પનો સાધુ સ્વીકાર કરે તો પણ વૈયાવચ્ચનું કાર્ય અટકતું નથી તેથી અતિસૂક્ષ્મ દોષ પણ લાગતો નથી. માટે પ્રતિમાકલ્પનો સ્વીકાર કરવો એ શુભ આલંબન છે.
૨૮/૩૬ મAિmોપિ - જે સ્વલબ્ધિથી યુક્ત ન હોય પણ લબ્ધિવાળા આચાર્યની નિશ્રામાં હોય તો અવશ્ય દીક્ષા આપે. આ વચન દ્વારા આગમમાં પરોપકાર વિષયની મહાનતા દર્શાવી છે. વિશિષ્ટ ગુણ સંપન્ન સાધકને દીક્ષા પ્રદાન કરવી એ ખરેખર અત્યધિકગુણકારી કાર્ય છે, માત્ર પોતાના હિત માટે પ્રતિમાનું પાલન અનુષ્ઠાન નહિ. કારણકે સર્વ સ્થાનોમાં પરોપકાર પ્રવૃત્તિની મહાનતા હોવાથી આગમસૂત્રોમાં પણ પરોપકારપ્રધાન પ્રવર્તન જોવા મળે છે.