________________
परिशिष्टम् - ७
३०८
૭/૩૧ નાગરક્ષળજ્ઞIતમ્ - ખાડાના ખરબચડા કિનારે જ્યારે બાળક રમતો હતો ત્યારે અચાનક જ ખાડામાંથી સાપ બહાર આવ્યો તે સાપને જોઈ પાસે ઉભેલી માતા એકદમ ગભરાઈ અને સાપથી પોતાના બાળકને બચાવવા એકદમ ખેંચ્યો. ખાડાના કિનારા ખરબચડા હોવાથી અને બાળક તેમાં ઘસડાયેલ હોવાથી બાળકને ઉઝરડા તો પડ્યા પરંતુ તે સર્પદંશથી બચી ગયો એટલે કે મૃત્યુ જેવા મહાઅનર્થથી બચી ગયો. તેમ ભગવાને પણ શિલ્પાદિનું શિક્ષણ આપ્યું તે આંશિક સાવદ્ય હોવા છતાં પણ ચોરી, લૂંટ અને શિકાર જેવા મહાન અનર્થોની પરંપરાને અને તેના દ્વારા થતી મહાન હિંસાને અટકાવનારું હોવાથી દોષરૂપ નથી.
८. बिम्बप्रतिष्ठाविधि पञ्चाशकम्
૮/૨૦ પરિખામેડ્યુમ સર્વસ્ય ન ર્તવ્યમ્ - જે કાર્ય ભવિષ્યમાં અનેક જીવોને અશુભ કર્મબંધનો હેતુ બનતું હોય તે કાર્ય ન કરવું. વ્યસની શિલ્પી સાથે જિનપ્રતિમા ઘડવાનું મૂલ્ય નક્કી ન કરવામાં આવે તો શિલ્પીને અધિક મૂલ્ય આપવા દ્વારા દેવદ્રવ્યનું ભક્ષણ કરાવવાનું થાય છે. અહીં શ્રાવક પ્રતિમા ઘડાવતા હોવાથી પોતે પાપ ક્રિયામાં નિમિત્ત બનવાથી શ્રાવકને કર્મબન્ધનું કારણ ઉપસ્થિત થાય.
શ્રાવક વ્યસની શિલ્પીને મૂલ્ય નક્કી કરીને પ્રતિમા ઘડાવવા આપે, તો શાસ્ત્રાનુસાર આરાધના પોતે કરતો હોવાથી પોતાને કર્મનો બન્ધ ન થાય કારણકે સ્વ આત્માનો ખરેખર પરિણામ શાસ્ત્રાનુસાર આરાધના કરવાનો છે. અન્ય જીવો આરંભાદિ દોષમાં પ્રવૃત્તિ કરે ત્યારે સાધક શાસ્ત્રાધારે નિમિત્તમાત્ર બને છે. આથી નિમિત્તભાવથી નજદીક રહેલા શ્રાવકે કર્મબન્ધ પ્રત્યે ન્યાયપૂર્વક વિચારણા કરીને આ શિલ્પી કર્મબંધનુ ભાજન ન બને આ પ્રમાણે પોતાની બુદ્ધિથી વિમર્શ કરીને તીવ્ર રોગને અનુભવતા રોગીને અપથ્યના ત્યાગની જેમ અહિત ન થાય તેમ પ્રવૃત્તિ કરે.
૮/૨૬ પુનિમિત્તમ્ - પ્રભુ પ્રતિષ્ઠાનિમિત્તે સમર્પિત કરેલ ઉત્તમ દ્રવ્યો તથા તે માટે કરેલ શરીર શણગારથી કર્મબન્ધ ન થાય કારણકે પ્રભુભક્તિનિમિત્તે મુક્તિ મેળવવા તે સમર્પિત કરાયા છે. પ્રભુપૂજામાં ઉત્તમ દ્રવ્યો સમર્પણ નહીં કરવામાં ભક્તિભાવની ન્યુનતા છે, જે આશાતના કહેવાય. માટે ઉત્તમ દ્રવ્યોનું સમર્પણ પુણ્યબન્ધનું કારણ બને છે.
८/२७ रागादीनामभावाच्च પ્રસ્તુત વિષયમાં આજ્ઞાનુસાર પ્રવૃત્તિ કરનાર સાધકને સંક્લેશનો અભાવ હોવાથી રાગાદિદોષોનો અભાવ હોય.
-