________________
परिशिष्टम् - ७
છે. અર્થાત્ ભોજન કરવાથી કોઈ વિશેષ સાધનામાં પ્રગતિ ન થઈ.
આથી, પચ્ચક્ખાણના પરિણામનો અનુબંધ પામવા દરેક સાધકે ભોજન કર્યા પછી સ્વાધ્યાયાદિ વ્યાપાર કરવો જોઈએ.
३०६
૬/૧ ભાવશૂન્યમ્ - ઔદયિક ભાવમાં પ્રવર્તતા અજ્ઞાની સાધકનું ઉપશમાદિગુણોથી રહિત ક્ષાયોપશમિકભાવરહિત આચરણ ભાવશૂન્ય અનુષ્ઠાન-કહેવાય.
૬/૨૪ ૩ચિતપ્રવૃત્તિતશાપ્રતિપત્તિરૂપો ગુરુ: - પ્રતિમાપૂજા રૂપ દ્રવ્યસ્તવની આચરણામાં પણ ભગવાનની આજ્ઞા જ કારણભૂત છે. જિનાજ્ઞા પ્રમાણથી સિદ્ધ હોવાથી પ્રતિમાપૂજાનું વિધાન શ્રાવકોને કરે છે.
જિનપૂજા સ્વરૂપથી સાવઘ હોવાથી આરંભાદિ પ્રવૃત્તિ કરનાર શ્રાવકોને જ તેના અધિકારી બનાવી પ્રવૃત્તિ કરાવે છે.
જિનાજ્ઞાની પ્રમાણિકતાને દર્શાવનાર શાસ્ત્ર વિના તો જિનપૂજાની પ્રવૃત્તિ અપ્રવૃત્તિતુલ્ય જ ગણાય. જિનપૂજામાં પૃથ્વીકાયાદિ જીવોનો આરંભ થતો હોવા છતાં પણ તેને શાસ્ત્રમાં વર્ણવેલ હોવાથી વિહિત છે અર્થાત્ આચરવા યોગ્ય છે, નિર્દોષ છે. શાસ્ત્ર વચનો દ્વારા જ તે અનુષ્ઠાન આચરવાથી થતા લાભ અને તે અનુષ્ઠાન કરવામાં થતી વિરાધનાથી લાગતા દોષો - નુકશાનની તુલના કરી સિદ્ધિ કરવામાં આવે છે. એટલે કે જિનપૂજારૂપ દ્રવ્યસ્તવ કરવાથી શ્રાવક-સમકિતીજીવોને ચોક્કસ વિશિષ્ટ લાભ થાય છે. સર્વ પાપોનો ત્યાગ કરવાના સામર્થ્યવાળા સાધકો ભાવસ્તવરૂપ સર્વવિરતિ જ સ્વીકારે અને તેટલું સામર્થ્ય કે યોગ્યતા ન હોય તો દ્રવ્યસ્તવરૂપ જિનપૂજા આચરે. સંપૂર્ણ ભાવસ્તવરૂપ જિનાજ્ઞાનું પાલન કરવામાં દ્રવ્યસ્તવ તેની અન્તર્ગત પ્રાપ્ત થતો હોવાથી સાધુઓને દ્રવ્યસ્તવ-જિનપૂજા કરવાની હોતી નથી.
૬/૪૦-૪૬ પ્રતિમાપૂજારૂપ દ્રવ્યસ્તવની આચરણામાં પણ ભગવાનની આજ્ઞા જ કારણભૂત છે. પરંતુ જિનપૂજા (દ્રવ્યસ્તવ) સ્વરૂપથી સાવદ્ય હોવાથી આરંભાદિપ્રવૃત્તિ કરનાર શ્રાવકોને જ તેના અધિકારી માનવામાં આવ્યા છે. ફલતઃ સાધુને માત્ર ભાવપૂજા અને શ્રાવકોને દ્રવ્યપૂજાપૂર્વક ભાવપૂજા તેમજ ભાવવૃદ્ધિપરક દ્રવ્યપૂજા તેમ પરસ્પર ઉત્તમાદિગુણોની વૃદ્ધિ દ્વારા દ્રવ્યપૂજા કરવાનું વિધાન છે.
૬/૪૪ નનુ - અક્ષમાર્ગે
૬/૪૬ ન સુરિશુદ્ધ: - આજ્ઞાના પારતન્ત્ય વિનાનો તથા કુશલ અધ્યવસાય રહિત દ્રવ્યસ્તવ સુપરિશુદ્ધ બની શકતો નથી.