________________
३०९
परिशिष्टम्-७ સાધુ - સાધુ મૂઢતાનો ત્યાગ કરે. સંમોહથી મુક્ત બનેલા સાધકનો જ કાયોત્સર્ગ વાસ્તવિક રીતે શુદ્ધ ગણાય.
૮/૨૮ નં મારાવિષાત્ – પરિણામવિશેષથી સમાનફળ પ્રાપ્ત થાય (કરણકરાવણ અને અનુમોદન પ્રકારવાળા પુણ્ય-પાપ હોય.) આ વિષયમાં વૃક્ષ છેદનાર રથકાર, બલદેવ મુનિ અને હરણનું દૃષ્ટાન્ત જાણવું. પોતે શુભક્રિયામાં પ્રવૃત્તિ કરતા હોય પરંતુ વિશિષ્ટ પુણ્યનો અભાવ તેના કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરનારો બને, પુરુષનો કોઈ પણ અપરાધ-દોષ ન હોય, આ પરિસ્થિતિમાં ભાવથી તે સાધકનું અવિકલ-સંપૂર્ણ શુદ્ધ અનુષ્ઠાન જ છે. તેથી પરિણામવિશેષથી હરણની જેમ સમાન ફળ (પાંચમા દેવલોકની પ્રાપ્તિરૂપ) પ્રાપ્ત થાય.
૧/૪૮ પુષા માણશતિના પરમ - લોકોત્તમ સ્વરૂપવાળા સર્વજ્ઞની અવજ્ઞા કરવા વડે મોટી આશાતના થાય. તેથી સર્વ સ્થાનોમાં સૌથી પ્રથમ સર્વજ્ઞનું વચન જ સ્વીકારવું જોઈએ, ત્યાર પછી સર્વજ્ઞ વચનનું અવિરોધી એવું લોકનું વચન સ્વીકારવું.
૨૦/૮ ફેમિતિ - વ્રત વગેરે બીજી પ્રતિમાઓમાં પણ પ્રતિમા શબ્દનો આ અર્થ જાણવો. વ્રતધારકની મૂર્તિ (શરીર) - સામાયિક લેનારની મૂર્તિ-શરીર.
૨૦/૨૬ સામયિક-પોષતિમો: પુનરૂપી દે - ચારેય પ્રકારના પૌષધમાં સ્વલ્પકાલીન સામાયિક અને પૌષધની દરરોજ અનુષ્ઠાન તરીકે આરાધના કરવાની છે. વ્રતની અંદર રહેલ હોવા છતાં પણ સામાયિક-પૌષધ પ્રતિમાનું પુનઃ ગ્રહણ દીર્ઘકાલીન અવસ્થાન પ્રતિપાદન કરવા અને જીવનના અંત સુધી તેનો સંભવ દર્શાવવા કરેલ છે. અને આ બાબત અવિરુદ્ધ હોવાથી જ કેટલાક પ્રકરણોમાં પ્રતિમાદિની મહાન યોગ્યતા દર્શાવાય છે. સામાયિક-પૌષધ અને સામાયિક-પૌષધ પ્રતિમાનો ભેદ ન માનીએ તો યોગ્યતાવિશેષનું ગ્રહણ ન થાય.
૨૦/૪૨ વિશ્વનાથાં વાઢા વેણ યથોરિતા પ્રાયો મવતિ – પુષ્ટ કારણથી સાધુ સામાચારીના પાલનરૂપ પડિલેહણાદિ બાહ્યક્રિયા ન દેખાતી હોવા છતાં દિક્ષા સંપૂર્ણ જ છે. સામાન્ય રીતે ઉત્સર્ગમાર્ગમાં પડિલેહણાદિ ક્રિયા નિયત સમયે થતી દેખાય છે. માટે ક્રિયાનો અભાવ હોતે છતે પરિણામ એટલે ભાવવિશેષ કલુષિત થાય છે. અર્થાત્ શુભ પરિણામ નાશ પામે છે. આજ્ઞાનુસાર કરાતી પડિલેહણાદિ ક્રિયા જ તત્ત્વદૃષ્ટિથી ધ્વજ્યાસ્વરૂપ છે, કાર્યનો અભાવ હોય ત્યાં કારણનો અભાવ હોય જ તેવો નિયમ નથી, જેમકે અયોગોલકમાં કાર્યનો એટલે કે ધૂમનો અભાવ છે, પરંતુ ત્યાં અગ્નિરૂપી કારણ ધૂમનું હાજર છે.