Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthanam

View full book text
Previous | Next

Page 340
________________ २९९ परिशिष्टम्-७ રૂ/ર૬ તથનામ્ - વંદન કરવાની અભિલાષાવાળાઓને અથવા મોક્ષની અભિલાષાવાળાઓને. રૂ/રૂર મોહેતુઃ - ભાવરહિત માત્ર સાધુવેષ ધારણ કરવાથી ભાવવંદનની પ્રાપ્તિ ન થાય, અને ત્યાં સુધી મોક્ષ ન થાય માટે મોક્ષાર્થીએ શુદ્ધ ચૈત્યવંદનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. રૂ/૪૭ ૨ માસન્ન – ભવ્યશબ્દથી નિકટના કાળમાં મોક્ષે જનાર આસભવ્યજીવો ગ્રહણ કરવા. જાતિભવ્યજીવો અહીં ગ્રહણ ન કરવા કારણ કે તેઓને મોક્ષ સામગ્રી મળતી જ નથી. યોગ્યતા વિકસિત થયેલ ભવ્ય જીવોને અહીં ગ્રહણ કરવાથી સંગતિ થશે. 8/૨ જિનપૂનાથ વિધિમ્ - જિનપૂજાની શ્રેષ્ઠ ઉપકારકતા અનેક શાસ્ત્રોમાં પૂર્વાચાર્યોએ વિસ્તારથી વર્ણવી છે જેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે. ૧. તીર્થકર પ્રભુની પૂજા કરવી એ ગૃહસ્થોનો ધર્મ છે. આવું અનેક ધર્મગ્રંથોમાં મહર્ષિઓએ હેતુઉદાહરણ-યુક્તિપૂર્વક વિધાન કર્યું છે. ૨. દેવો વિચરતા એવા કેવલી તીર્થંકર ભગવાનની ભક્તિ કરવા ૧૯ અતિશયો કરે છે તથા સમવસરણની રચના અને આઠ મહાપ્રાતિહાર્ય દ્વારા ભગવાનનો મહિમા વર્ણવે છે. ૩. પ્રભુની પૂજા કરવાથી સાધકને શુભ ભાવોની વૃદ્ધિ થાય છે અને તેથી મોક્ષમાર્ગગમનમાં પ્રગતિ થાય છે. ૪. જિનપૂજા કરવાથી આલોકમાં પુણ્યપ્રભાવથી અનેક સુખો પ્રાપ્ત થાય છે તથા અધ્યાત્મના ક્ષેત્રમાં સમકિત, દેશવિરતિ આદિ અનેક ગુણોની પ્રાપ્તિ થાય છે. ૫. પૂજા કરવાથી સાધક હંમેશા મનની પ્રસન્નતાને પામે છે. ૬. જીવનમાં સતત મન પ્રસન્ન રહેવાથી મરણ સમયે સમાધિ સહેલાઈથી મળે છે. ૭. પૂજા, વિધિપૂર્વક કરવાથી અનેક ગુણોનો દરરોજ અભ્યાસ થવાથી સાધક ગુણસંપન્ન બને છે. ૮. જિનપૂજાથી સાધકને આલોક અને પરલોકમાં હિતની મોક્ષની પ્રાપ્તિ થાય છે. તથા મન, વચન અને કાયા પવિત્ર બને છે. ૧૦. પ્રભુની વિધિપૂર્વક ઉત્તમદ્રવ્યોથી નિત્યપૂજા કરવાથી પ્રસન્ન થયેલા અધિષ્ઠાયક દેવો સાન્નિધ્ય કરે પ્રભુજીની ભક્તિ કરે તથા સાધકને સહાય કરે. ૧૧. દેવસાન્નિધ્ય પ્રાપ્ત થવાથી અનેક ભવ્યજીવોને શ્રદ્ધા ઉત્પન્ન થાય અને વૃદ્ધિ પામે. ૧૨. વિધિપૂર્વક કરાતી પૂજા આંશિક પણ હાનિકારક નીવડતી નથી, બલ્ક પુણ્યદાયી બને છે, તથા જિનપૂજામાં હિંસા થાય છે, પરંતુ તે સ્વરૂપહિંસા છે, તેનાથી ક્ષયોપશમભાવની પ્રાપ્તિ થાય છે અને ગુણોની વૃદ્ધિનો મહાન લાભ થાય છે. ૧૩. નિરાશસભાવે કરેલી પૂજા સાધકને પુન્યાનુબંધી પુણ્યનો બંધ કરાવે. જેના

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362