________________
२९७
परिशिष्टम्-७ ૧/૪ર-૨/૪૪ શ્રાવેવિન - શ્રાવક નવકાર ઊઠીને ગણે, ત્યારપછી હું શ્રાવક છું. મારું અમુક કુળ છે, હું અમુકનો શિષ્ય છું. મારે અણુવ્રતો વગેરે નિયમો છે વગેરે વિચારે. પછી પોતાના ઘરમંદિરમાં ચૈત્યવંદન કરે. ઘરમાં ત્રણ લોકના નાથ પ્રભુજીને પધરાવવાથી ત્રિકાળ પૂજાભક્તિનો લાભ મળે. આચાર્ય ભગવંતો સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની દર્શન-પૂજનાર્થે પાવન પધરામણી થાય. ઉત્તમ પુરુષોના સહવાસ-સત્સંગથી જીવન પવિત્ર બને. સુપાત્ર દાનનો લાભ મળે. અનેક ભવ્યાત્માઓના સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને નિર્મળતાનું પ્રધાન કારણ ઘરદેરાસર છે. ઉત્કૃષ્ટ ભાવે જિનભક્તિ કરનાર પુણ્યશાળી તીર્થંકર પદને પ્રાપ્ત કરે.
આમ, અનેક ગુણોને પામવા દરેક શ્રાવકે પોતાના વૈભવને અનુરૂપ ઘરદેરાસર સ્વદ્રવ્યથી બનાવી પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવવી જોઈએ.
૧/૪, સ્વદમનમ્ - અહીં ઘરે જવું એ સ્વતઃ સિદ્ધ હોવાથી ઘરે જવાનું કહેવું નિરર્થક છે. આથી ગ્રંથકારે ઘરે જઈ સ્વપરિવારને ધર્મદેશના કરવાનું સૂચન કર્યું છે. શ્રીશ્રાદ્ધદિનકૃત્ય પ્રકરણ ગાથા-૩ની ટીકામાં આ વાતનો નિર્દેશ કર્યો છે.
૧/૪. અRU - ધર્માચાર્ય અને તીર્થકર ભગવંતોના ગુણોનું કીર્તન કરે તથા સમ્યગ્દષ્ટિ ભદ્ર પરિણામવાળા ચારે ય નિકાયના દેવોનું સ્મરણ કરે.
૧/૪૭ રિવિન્યાસઃ - સવારે નિદ્રામાંથી જાગી ગયેલ શ્રાવક બંધમોક્ષાદિપદાર્થોની સૂક્ષ્મ વિચારણા કરે અથવા જન્મ-જરા-મરણ-વ્યાધિ-શોકાદિદુઃખમય સંસારસ્થિતિનું ચિંતન કરે.
૧/૪૮ ભાવાર્થ: - સમયે સમયે આયુષ્યની હાનિ થઈ રહી છે તથા મનુષ્યભવ અલ્પકાલ માટે મળ્યો છે આથી લોકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ કાર્યોનો અવશ્ય ત્યાગ કરવો કારણકે પોતે કરેલ પાપોનું ફળ આ જીવને પોતાને જ ભોગવવાનું છે તથા સ્વાધ્યાય, ધ્યાન, અહિંસાદિ ગુણોને વિષે ચિત્તને સ્થિર કરવું.
૨/૪૨ વિહાર વિભાવના - જે ધર્મગુરુ પાસેથી સમ્યક્તાદિ શ્રાવકધર્મ પ્રાપ્ત થયો છે તે ઉપકારી ગુરુ ભગવંતની કરોડો ભવો સુધી સંપૂર્ણ જીવનપર્યન્ત સેવાભક્તિ કરે તો પણ ઉપકારનો બદલો વાળી શકાતો નથી વગેરે વિચારણા કરવી. તે ધન્ય દિવસ ક્યારે આવશે કે જે દિવસે હું ગીતાર્થ ગુરુ પાસે દીક્ષાનો સ્વીકાર કરીને વિહાર કરીશ. આવી વિચારણા કરી ધર્મની સ્થિરતાના હેતુરૂપ સંવેગ ઉત્પન્ન કરવો.