Book Title: Panchashak Prakaranam
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Sansthanam

View full book text
Previous | Next

Page 343
________________ परिशिष्टम् - ७ ३०२ ૯/૨૦ પન્નુ ચવાશ્ચામિપ્રશ્ને - પૂર્વે મુનિઓ ઠંડીમાં શીત પરીષહ સહન કરવા સર્વ વસ્રના ત્યાગનો અભિગ્રહ કરતા. તેમાં ‘ચોલપટ્ટાગારેણં' આગાર હતો. અભિગ્રહધારી તે સાધુઓ કોઈ ગૃહસ્થનું આગમન થાય ત્યારે મર્યાદા જાળવવા ચોલપટ્ટો ધારણ કરતા. આવા વિશિષ્ટ અભિગ્રહો કરવાથી લોકોમાં જૈન શાસનની પ્રશંસા થાય કે “ખરેખર જૈન સાધુઓ આવી કડકડતી ઠંડીમાં વસ્રરહિત ઉત્તમ સાધના કરે છે.” ५/१२ आगाराः વ્રતોનો સ્વીકાર કર્યા પછી ભંગ કરવો તે મોટું પાપ છે. અને નાના પણ નિયમનું સારી રીતે પાલન ગુણકારી છે. આથી ગુણોની વૃદ્ધિ થાય અને દોષોની અલ્પતા થાય તે રીતે વ્રતોનો સ્વીકાર કરવો. અપવાદની આચરણાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે પણ અપવાદને બદલે ઉત્સર્ગ જ આચરવો તે કદાગ્રહ છે. આવો કદાગ્રહ અનેક જીવોનું અહિત કરનાર હોવાથી અશુભ છે. તથા વિશિષ્ટધર્મકાર્યની સિદ્ધિમાં અવરોધ ઉત્પન્ન કરે છે. ગ્લાનાદિ સાધુઓની વૈયાવચ્ચ ભક્તિ કરી શકાય તે માટે શાસ્ત્રોમાં આગારો-અપવાદો વર્ણવ્યા છે. પચ્ચક્ખાણસૂત્રમાં જરૂરી અપવાદો શાસ્ત્રમાં એટલા માટે જ વર્ણવ્યા છે કે જે અપવાદોને સેવવાથી-આચરવાથી પચ્ચક્ખાણનો ભંગ ન થાય. ખરેખર ગીતાર્થ ભવભીરૂ મહાપુરુષો સર્વ જીવોનું એકાન્તે કલ્યાણ પ્રાપ્ત થાય તે રીતે પ્રવૃત્તિ કરતા હોય છે. જિનશાસનના આગમ શાસ્ત્રના તાત્પર્યાર્થથી રહિત માત્ર ક્રિયાનું આરાધનઆચરણ ગીતાર્થોને સંતોષ પેદા કરતું નથી. માટે સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવા પચ્ચક્ખાણમાં આગારો રખાયા છે. ન ૧/૮ ાભાવથાપિ પર્ં ભŞમયાત્ - સર્વ સાવધયોગોના ત્યાગરૂપ સામાયિક “જીવનના અંત સુધીની મર્યાદાવાળું સ્વીકારાય છે, ત્યારપછી તો હું સર્વ પ્રકારના ભોગસુખો ભોગવીશ” - એ ભાવનાથી નહિ પરંતુ જીવન પૂર્ણ થયા પછી “મારા સામાયિકનો ભંગ ન થાઓ” એ ભાવનાથી મર્યાદા કરાય છે. કારણકે દેવાદિગતિમાં ગયેલા સાધકને ત્યાં વિરતિનો સંભવ નથી. ખરેખર, પોતાનાથી જેટલા અંશે વ્રતોનું પાલન થઈ શકે તેમ છે તેટલા અંશની જ પ્રતિજ્ઞાના સ્વીકારરૂપ સામાયિક કરવું ઉચિત છે. જે વિષય સંદેહયુક્ત હોય તે વિષયમાં ખરેખર વિદ્વાનો પ્રતિજ્ઞા કરવા ઉપયોગવાળા બનતા નથી. સાધકને જીવનના અંત સુધી સામાયિકની પ્રતિજ્ઞા કરવામાં પોતે સ્વતન્ત્ર હોવાથી કોઈ દોષ લાગતો નથી. પ્રતિજ્ઞાનો સ્વીકાર કરનારને આ પ્રમાણેનો અધ્યવસાય હોય

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362