________________
परिशिष्टम् - ७
३००
ઉદયકાળમાં શ્રેષ્ઠ ભોગસામગ્રી પ્રાપ્ત થાય પણ સાધક તેમાં આસક્ત ન બને. ૧૪. વિશુદ્ધભાવથી કરેલ પૂજા આઠે ય કર્મનો ક્ષય કરે. ઉત્કૃષ્ટભાવથી પૂજા કરતા સાધકને શીઘ્ર કર્મક્ષય થતાં નાગકેતુકુમારની જેમ તત્કાળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. ૧૫. જિનપૂજા કરવાથી આલોક તથા પરલોકમાં સાધકને જિનધર્મની પ્રાપ્તિ સુલભ થાય.
દુઃખસાગરને તરવાની તીવ્ર અભિલાષાવાળા તથા અત્યંત અને એકાંતહિતને ઝંખનારા સાધકે ત્રણેય લોકમાં પૂજ્ય એવા તીર્થંકર ભગવાનની ત્રિકાળ પૂજા સ્વદ્રવ્યથી અવશ્ય કરવી જોઈએ.
૪/૧૬ પ્રવર: સાધનૈઃ પ્રાયઃ જિનપૂજામાં ઉત્કૃષ્ટ દ્રવ્યોથી ઉત્તમભાવ આવે છે. આથી વ્યવહારનય ઉત્તમદ્રવ્યોથી કર્મની વિપુલ નિર્જરા થાય એમ માને છે. ક્યારેક ઉત્કૃષ્ટ દ્રવ્ય ન હોય તો પણ સાધકને ઉત્કૃષ્ટ ક્ષયોપશમભાવથી પૂજા કરતા ઉત્તમ ભાવ પ્રાપ્ત થાય છે, તથા ક્યારેક કોઈક ક્લિષ્ટકર્મના ઉદયવાળા જીવને ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરતાં પણ ઉત્તમ ભાવ આવતો નથી માટે પ્રાયઃ ગ્રહણ કર્યું છે.
૪/૨૦ જૂથનાવિ - પૂજા કરતી વખતે શરીરને ન ખંજવાળવું, આદિ શબ્દથી શરીરની ટાપટીપ, માલીશ તથા અંગમર્દન-શરીરને દબાવવું વગેરે ક્રિયાનો ત્યાગ કરવો જોઈએ.
૪/૨૦ = નિવાનમ્ - ભોગની વૃદ્ધિમાં આસક્ત ક્લિષ્ટપરિણામવાળાને રાગદ્વેષ અને મોહ મૂળમાં છે એવું નિયાણું હોય છે. પરંતુ પ્રણિધાન બોધિની પ્રાર્થના તુલ્ય શુભભાવનું કારણ હોવાથી આગમમાં નિયાણારૂપ દર્શાવેલ નથી, આ વાત પ્રસિદ્ધ છે. આથી જ કહ્યું છે કે “બોધિબીજની પ્રાર્થનારૂપ વચન અસત્યામૃષા ભાષા છે તથા ભક્તિપૂર્વક બોલાયેલી આ ભાષા છે. ખરેખર રાગદ્વેષરહિત વીતરાગ પરમાત્મા સમાધિ કે બોધિ આપતા નથી.
४ / ३३ इष्टफलसिद्धिः આલોકમાં જીવનનિર્વાહ કરવા જે સામગ્રીને ગ્રહણ કરવાથી ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે અને તેથી ધર્મસાધના સારી રીતે થાય છે હવે જો જીવનનિર્વાહની જ સામગ્રી પ્રાપ્ત ન થાય તો આદિધાર્મિકસાધકને ચિત્તમાં સંક્લેશ ઉત્પન્ન થવાથી નિરાશા થાય અને તેથી ધર્મસાધના ન કરી શકે. વળી સાધક પ્રાથમિકભૂમિકામાં હોવાથી વિશિષ્ટસત્ત્વનો સ્વામી ન હોય આથી આપત્તિમાંથી બચાવ થાય તો ધર્મ સાધના થઈ શકે માટે સ્વજનાદિના આગ્રહથી ધર્મસાધના કરવા જીવનનિર્વાહની સામગ્રી મેળવવા ભગવાન પાસે પ્રાર્થના કરે છે.