________________
પ્રકારના અશુભભાવથી અપરાધ થયો હોય તેનાથી અધિક પ્રમાણમાં શુભભાવ થાય, તે અહીં આગમના સિદ્ધાંત મુજબ વિશિષ્ટ શુભભાવ જ યથાર્થ પ્રાયશ્ચિત્ત જાણવો. માત્ર સામાન્ય શુભભાવથી પ્રાયશ્ચિત્ત થતું હોત તો બ્રાહ્મી-સુંદરીને પ્રતિક્રમણ કરવાથી થયેલા માત્ર શુભભાવથી પ્રાયશ્ચિત્ત થઈ ગયું હોત અને એથી કર્મનાશ થવાથી સ્ત્રીઅવતાર પ્રાપ્ત ન થયો હોત. પરંતુ બ્રાહ્મી-સુંદરીને સ્ત્રી ભવ થયો આથી સિદ્ધ થાય છે કે વિશિષ્ટ શુભભાવ જ સાચું પ્રાયશ્ચિત્ત છે. જે વિશિષ્ટ શુભભાવ ઉત્પન્ન કરવાના ત્રણ કારણો (૧) અતિશય ભવભય-મુખ્ય કારણ છે (૨) અપ્રમત્તતા (૩) નાના મોટા અતિચારો સમ્બન્ધી સ્મરણશક્તિ, આ ત્રણેય ગુણોથી આત્મવીર્યોલ્લાસ પ્રગટે છે અને તેનાથી વિશુદ્ધિનો હેતુ વિશિષ્ટ શુભભાવ અવશ્ય થાય. - પ્રાયશ્ચિત્ત રૂપ શુભભાવથી નિકાચિત પણ કર્મોનો સર્વથા ક્ષય થાય છે તે અપૂર્વકરણ અને શ્રેણિની ઉત્પત્તિ દ્વારા પ્રાયશ્ચિત્તરૂપ શુભભાવમાં સંગત બને છે તથા વિશિષ્ટ શુભભાવથી અશુભભાવથી બંધાયેલા કર્મોનો નાશ થાય અથવા કર્મોનો સર્વથા નાશ ન થાય તો તેના અનુબંધનો વિચ્છેદ થાય. શાસ્ત્રમાં ઉપશમશ્રેણિનું ફળ અનુત્તર દેવભવ અને ક્ષપકશ્રેણિનું ફળ મોક્ષ જણાવવામાં આવ્યું છે. સમગ્ર દીક્ષાધર્મનું પાલન પૂર્વભવોમાં કરેલ પાપકર્મોનું પ્રાયશ્ચિત્ત છે. આમ પ્રાયશ્ચિત્ત મહાફલદાયક છે. વગેરે ગંભીરભાવો આ પંચાશકમાં જણાવવામાં આવ્યા છે.
૧૭. સ્થિતાસ્થિતકલ્પ પંચાશક : આચેલક્ય વગેરે દશ પ્રકારના કલ્પ-આચારો પહેલા અને છેલ્લા જિનના સાધુને આશ્રયીને સ્થિતકલ્પ કહેવાય છે. મધ્ય બાવીશ જિનના સાધુને આશ્રયીને તે કલ્પ અસ્થિત કલ્પ કહેવાય છે. તેમાં ત્રણ પ્રકારના ઔષધનું દૃષ્ટાન્ન આપ્યું છે અને દશ આચારોનું વર્ણન કરતા અનેક પ્રાસંગિક પદાર્થો જણાવ્યા છે જેમકે- શય્યાતરપિચ્છ વાપરવામાં લાગતા દોષો (૧) અજ્ઞાતભિક્ષાનું પાલન ન થાય (૨) આધાકર્માદિ દોષો લાગે (૩) લોલુપતા થાય (૪) શરીર વધુ પૌષ્ટિક ભોજનથી પ્રમાદી બને, ભારે કિમતી વસ્ત્રોથી ઉપધિનો ભાર વધે (પ) વસતિ દુર્લભ થાય (૬) વસતિનો વિચ્છેદ થાય માટે શય્યાતર પિડનો સર્વ તીર્થકરોના શાસનમાં નિષેધ કર્યો છે. જે વંદનિક સાધુને વંદન ન કરવામાં નીચેના દોષો થાય. (૧) અહંકાર થાય (૨) અહંકારથી નીચ ગોત્રકર્મ બંધાય (૩) જૈન શાસનમાં વિનયગુણ કહ્યો જ નથી, કારણ કે સાધુઓ પર્યાય પ્રમાણે વંદન કરતા નથી. (૪) આ સાધુઓ અજ્ઞાન છે કારણ કે લોકરૂઢિનું પણ પાલન કરતા નથી, એવી શાસનનિંદા થાય (૫) શાસનનિંદા થવાથી જ અબોધિ એટલે ભવાન્તરમાં જૈનધર્મની
31