________________
ક્રિયાઓથી રહિત સાધુને બેતાલીસ દોષોનો ત્યાગ કરવા છતાં પરમાર્થની પિણ્ડ શુદ્ધ ન હોય કારણ કે મૂલગુણ વગરના ઉત્તરગુણો નકામાં છે. જે જે સાધુ પિણ્ડ શુદ્ધ છે કે અશુદ્ધ છે એવી શોધ કરતો નથી તે સાધુ ચારિત્રરહિત છે એમાં સંશય નથી, ચારિત્ર ન હોય તો સંપૂર્ણ દીક્ષાની આચરણા નકામી છે. સાધુપણાનો સાર ભિક્ષાચર્યા જિનેશ્વરોએ જણાવી છે. ભિક્ષાશુદ્ધિમાં ખેદ-કંટાળો પામનાર સાધુ મંદસંવેગવાળા જાણવા. જ્ઞાન અને ચારિત્રનું મૂળ ભિક્ષાચર્યા જિનેશ્વરોએ જણાવી છે, તેમાં ઉદ્યમ કરનારા સાધુઓ તીવ્રસંવેગવાળા જાણવા છે જે સાધુ પિણ્ડના ૪૭ દોષોનો ત્યાગ કરે છે, તે સાધુ પોતાની કાયાને સંયમપ્રધાન બનાવીને જલ્દી સંસારના અંતને પામે છે. વગેરે અનેક પદાર્થોની સાથે ગોચરીના ૪૨ અને ગ્રાસેસણાના પાંચ કુલ ૪૭ દોષોની સુંદર છણાવટ અત્રે કરવામાં આવી છે.
૧૪. શીલા વિધિપંચાશક : અખંડચારિત્રયુક્ત ભાવસાધુઓને અઢાર હજાર શીલાંગો અવશ્ય હોય છે. તેમનું અખંડશીલ બાહ્ય વાચિક કે કાયિક પ્રવૃત્તિને આધારે નહિ, પરંતુ વિરતિના પરિણામને આધારે જાણવું જેમ કે કાઉસ્સગ્નમાં રહેતા સાધુને શત્રુએ પાણીમાં નાખી દીધો. અહીં સાધુની કાયા પાણીના જીવોની હિંસામાં પ્રવૃત્ત હોવા છતાં પરિણામ સમતાના હોવાથી પરમાર્થથી હિંસામાં અપ્રવૃત્ત જ છે. અશિવ, રોગ આદિ પુષ્ટ આલંબનથી માયારહિત જે સાધુ અપવાદનું સેવન કરે છે તે સાધુનું ચારિત્ર દ્રવ્યહિંસાદિ થવા છતાં શુદ્ધ છે. આ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરનારને અન્ય ગીતાર્થ સાધુ “આ પ્રવૃત્તિ સૂત્રવિરુદ્ધ હોવાથી ન કરો” એમ રોકે, તો જે સાધુ
આપ સાચી વાત કહો છો” એમ સ્વીકાર કરે તે સાધુની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ પ્રજ્ઞાપનીય છે. હવે જે સાધુ રાગ, દ્વેષ કે મોહની ઉત્કટતાથી અભિનિવેશવાળી સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતા હોય. ગીતાર્થના રોકવા છતાં તેમના વચનનો સ્વીકાર કરી શાસ્ત્રીય પ્રવૃત્તિ ન કરે તેની અપ્રજ્ઞાપનીય સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ સાનુબંધ કહેવાય. આ પ્રવૃત્તિ મૂળથી ચારિત્રનો અભાવ થયા વિના ન થાય. આથી જ પૂજ્યપાદ શ્રીભદ્રબાહુસ્વામીએ ઓધનિયુક્તિમાં ગીતાર્થનો અને ગીતાર્થમિશ્ર એમ બે જ વિહાર કહ્યા, પરંતુ એક કે અનેક અગીતાર્થોનો સ્વતંત્ર વિહાર કહ્યો નથી. કારણ કે તેઓને આજ્ઞાનું યથાર્થ (સમ્યગુ) જ્ઞાન ન હોવાથી આજ્ઞાનું ઉલ્લંઘન કરે અને ગીતાર્થ સાથે ન હોવાથી કોઈ રોકનાર ન હોવાથી ચારિત્ર નિર્દોષ ન થાય. સમ્યક્તના પ્રશસ્તપરિણામ વગરની સાધુક્રિયાથી રૈવેયક વિમાનોમાં અનંતીવાર ઉત્પત્તિ થઈ, પણ નિર્વાણના કારણરૂપ સમકિત ન જ મળ્યું આ પ્રમાણે અસદ્ગહથી યુક્ત ક્રિયા
29