Book Title: Panch Stotrani
Author(s): Dharmtilakvijay
Publisher: Smrutimandir Prakashan

Previous | Next

Page 14
________________ स एक: परमात्मा गतिर्मे जिनेन्द्र: મુનિ શ્રી ધર્મતિલકવિજય ભયંકર દુઃખ સ્વરૂપ આ સંસાર સાગર તરવા માટે પ્રભુએ બે મહત્વના આલંબનો બતાવ્યા છે. (૧) જિનપ્રતિમા (૨) જિનાગામ. જિનપ્રતિમા જિનસારિખી જાણી. પૂજો ત્રિવિધે તુમે પ્રાણી જિનપ્રતિમામાં સંદેહ ન રાખો વાચકજસની વાણી...હો કુમતિ... પરમાત્મતત્ત્વના રસિક સુજ્ઞજીવો પરમાત્માની સાથે તદાકારમય બનવા માટે પોતાના હૈયાના ભાવોથી અંતરની આરઝુ રજૂ કરતા હોય છે. જ્યારે પરમાત્મભક્તિ રસિક પરંતુ અજ્ઞ એવા જીવો પણ પોતાના હૈયાના ભાવો પ્રભુજી સમક્ષ રજૂ કરી પોતાનો સંબંધ પ્રભુજી સાથે બાંધી શકે બસ તેવા જ આશયથી પૂર્વપુરુષોએ ભક્તિસ્તોત્રની રચના કરી છે. તેવા ભક્તિ સ્તોત્રોમાં સંસ્કૃત ભાષામાં આદ્ય ગણી- શકાય તેવું શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વર વિરચિત શ્રી વર્ધમાન દ્વાત્રિંશિકા અગ્રેસર છે. એકએક પદ ગંભીર અર્થથી સભર છે. તેવા ભાવોને આંશિક રીતે પ્રગટ કરવા અંચલગચ્છીય પૂ.આ.શ્રી ઉદયસાગરસૂરિ મ.સા. ટીકા સ્વરૂપ પ્રયાસ કર્યો છે. આ ગ્રંથની હસ્તપ્રત જૈન આત્માનંદસભા ભાવનગર હસ્તક પૂ. ભક્તિવિજયજી મ.ના સંગ્રહમાં ૯૫૮/૧ નંબરની પ્રત લેખન સંવત-૧૯૫૯ના આધારે સુધારા પણ કર્યા છે. જૈનધર્મપ્રસારકસભાએ ઘણા વર્ષ પૂર્વે સટીકાનુવાદ ગ્રંથ પ્રકાશિત કરેલ. આસન ઉપકારી શ્રી મહાવીરસ્વામી પરમાત્માની સ્તુતિ સ્વરૂપ શ્રી અકબર રાજાના પ્રતિબોધક જગદ્ગુરુ શ્રી હિરવિજયસૂરીશ્વર વિરચિત ‘શ્રી વર્ધમાનજિનસ્તોત્રાષ્ટક' યમલ સ્તુતિ જેવી અદ્ભુત અર્થગાંભીર્ય રચના કરી છે. ટીકા ન હોય તો કહેવાનો ભાવ પણ સમજાવવામાં ખૂબ જ મુશ્કેલી પડે તેવી છે. તેના ઉપર પૂ.મુનિશ્રી સુશીલવિજયજી મ. કૃત દીપિકા સાનુવાદ સટીક ઘણા વર્ષ પૂર્વે છપાયેલ. ܗ શ્રી જૈનસંઘમાં જ્ઞાનપંચમી-મૌન એકાદશીની સ્તુતિ ખૂબ જ પ્રચલિત છે. તેની ટીકા બહુ અપ્રચલિત છે. જો ટીકા ન હોય તો તે સ્તુતિના ભાવો સમજવામાં ખૂબ જ તકલીફ પડે તેવું અર્થપ્રાચર્ય ભરેલું છે. તેના ઉપર પૂ.મુનિ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140