Book Title: Panch Stotrani
Author(s): Dharmtilakvijay
Publisher: Smrutimandir Prakashan

Previous | Next

Page 137
________________ સંખ્યામાં ગ્રંથો ભણી લીધા અને અનેક જાતના તપો તપી લીધાં. અફસોસ ! અમે મૂઢના મૂઢ રહ્યાં. અમારી આ બધીય આરાધના લોભની અને અજ્ઞાનની જ ચેષ્ટા બની ગઈ. અરે ! ક્યારેક અમે ગુરુ બની શક્યા તો આનંદ પણ પુષ્કળ પામ્યાં. તેમ છતાં હજી સુધી કર્મના કલેશને હણી લે એવો આરાધનાનો પ્રબળ ઉલ્લાસ અમને મળ્યો નથી. किं भावी नारकोऽहं किमुत बहुभवी दूरभव्यो न भव्यः, - किं वाऽहं कृष्णपक्षी किमु चरमगुणस्थानक: कर्मदोषात् । वह्निज्वालेव शिक्षाव्रतमपि विषवत् खड्गधारा तपस्या, स्वाध्यायः कर्णशूची यम इव विषमः संयमो यद्विभाति ॥६॥ ભાવાર્થ શું કૃષ્ણપાક્ષિક છું? શું હું દુર્ભવ્ય છું? શું અભવ્ય છું? કર્મની બહુલતાથી અથવા તો શું હું મિથ્યાત્વી બન્યો છું? કે પછી શું હું નરકે જનારો નરકગામી છું? કેમ પણ મને શિક્ષાવ્રતોનું પાલન પણ અગ્નિની જ્વાળા જેવું લાગે છે ! તપસ્યાઓ તલવારની ધાર જેવી લાગે છે. સ્વાધ્યાયનું નામ પડે ને કાનમાં સોયાઓ ખેંચવા માંડે છે. સંયમજીવન યમરાજા જેવું અકારું લાગે છે. वस्त्रं पात्रमुपाश्रयं बहुविधं भैक्षञ्चतुर्थौषधं, शय्या-पुस्तक-पुस्तकोपकरणं शिष्यञ्च शिक्षामपि । गृहणीमः परकीयमेव सुतरा-माजन्मवृद्धा वयं, - | | પંર સ્તોત્ર || ૧૨૨

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140