Book Title: Panch Stotrani
Author(s): Dharmtilakvijay
Publisher: Smrutimandir Prakashan

Previous | Next

Page 15
________________ શ્રી કુંદકુંદવિજયજી મ.સા. હૃદયંગમવૃત્તિની રચના કરી છે. સાનુવાદ-સટીક ઘણા વર્ષે પ્રકાશિત થયેલ છે. શ્રી આમરાજાના પ્રતિબોધક જિનશાસનભાસનભાસ્કર પૂ.આ.ભ. શ્રી બપ્પભટ્ટસૂરીશ્વર વિરચિત શ્રી અનુભૂત સિદ્ધ સારસ્વત સ્તોત્ર જ્ઞાનપિપાસુઓમાં ખૂબ જ જાણીતું / માનીતું છે. શ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજી મહારાજાએ સામે ચાલીને આવેલા શ્રી સરરવતીદેવીની સ્તવના રૂપે આ સ્તોત્રની રચના કરી છે તેના ઉપર વિદ્વર્ય મુનિપ્રવર શ્રી ધુરંધરવિજયજી મ.સા. રસ પ્રાચુર્ય-અર્થપ્રાચર્ય-શબ્દ લાલિત્યયુક્ત ટીકા રચવા દ્વારા સ્તોત્રના ભાવોને પ્રગટ કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. અનંતકાળે મહાપુણ્યોદયે પ્રાપ્ત થયેલ શ્રમણજીવન એળે ન જાય ને મળેલુ શ્રમણજીવન આત્માનું નુકસાન ન કરી દે તે માટે શ્રમણને જાગૃત કરે તેવા ઉંઘમાંથી. સફાળો બેઠો કરી દેવા ૧૦ શ્લોકો રવરૂપ સંવિગ્ન શ્રમણયોગ્યાષ્ટક નિંદાષ્ટક દ્વારા સંવિગ્ન શ્રમણાગ્રણી પૂજ્યપાદ આ.ભ.શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજાએ મહાન ઉપકાર કર્યો છે. તે શ્લોકોના ભાવાર્થને પામવા માટે વિદ્વજ્જનમંડન મુનિશ્રી હિતવર્ધનવિજયજી મ. કૃત ભાવાર્થ સાથે ઘણા સમયે પ્રગટ થઈ રહ્યું છે. . આવા પાંચ-પાંચ સ્તોત્ર સ્વરૂપ પંચસ્તોત્રાણિનું સંપાદનકાર્ય મારા સતત- હિતચિંતક વાત્સલ્યવારિધિ પૂજ્યપાદ આ.ભ. શ્રી વિજય નરચંદ્રસૂરીશ્વરજી મ.ની અસીમ કૃપાથી થઈ શક્યું છે. પ્રવચનપટુ મુનિશ્રી હિતવર્ધનવિજયજી મ.ની સતત માંગણી અને કલ્યાણમિત્ર મુનિશ્રી સમ્યગ્દર્શનવિજયજી મ.ની સતત પ્રેરણાને પામીને મારા દીક્ષાદાતા પૂજ્ય ગુરુદેવ પરમોપકારી આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાની સૂરિમંત્રપંચપ્રસ્થાનની આરાધનાના પ્રસંગને પામીને આ સંપાદિત કૃતિ તેઓશ્રીજીના કરકમલમાં સમર્પિત કરી ધન્યતા અનુભવું છે. પ્રાન્ત આ સ્તોત્રો દ્વારા રવ-પર આત્માને વૈરાગ્યભાવથી વાસિત કરી પ્રાન્ત ભવવિરહપદની ઈચ્છા ફળીભૂત બને તેવી પરમાત્માને પ્રાર્થના...

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140