Book Title: Panch Stotrani
Author(s): Dharmtilakvijay
Publisher: Smrutimandir Prakashan

Previous | Next

Page 12
________________ સુકૃતના સહભાગી 2 કલિયુગના લોખંડી સામ્રાજ્યના વચ્ચેય આજે શ્રમણ ભગવાન શ્રીમહાવીરપરમાત્મા ૨૫૬૪ વર્ષો પૂર્વે સ્થાપેલું જૈનશાસન અવિચ્છિન્નપણે આગળ વધી રહ્યું છે. જૈનશાસનના અસ્તિત્વનો મૂળાધાર જો કોઈ હોય, તો તે છે, શ્રી શ્રુતજ્ઞાન. સમ્યગ્દર્શનથી નિર્મળ બનેલું અને સભ્યપદ દ્વારા અંકિત થયેલું શ્રુતજ્ઞાન જ વિષમકાળના ઝેરીલા હવામાનમાં સપડાયેલા મોક્ષમાર્ગના પથિકને મોક્ષમાર્ગનું વાસ્તવિક દર્શન કરાવે છે. મોક્ષમાર્ગની સાધના માટે અત્યંત જરૂરી વીલ્લાસનો ધોધ પૂરો પાડે છે. આવા શ્રુતજ્ઞાનની ભક્તિના પ્રકારો અસંખ્ય છે. એ પ્રકારોની આદરણા જેટલી કરીએ એટલી ઓછીજદેખાશે. અફસોસ એ વાતનો છે કે આજેય જૈનશાસનની શ્રુતનિધિના ભીંતરી ભંડારમાં એવા અનેક ગ્રંથો પડ્યાં છે, જે હજી સુધી અપેક્ષિત પ્રચાર નથી પામી શક્યાં. કાલિકસંયોગો, સામાજિક તરલતા અને સંઘવ્યવસ્થાની નિર્ણાયકતા જેવા પરિબળો આમાં કારણભૂત છે. હા... આ બધા વચ્ચે કેટલીય પુણ્યશાલિની સંસ્થાઓ પોતાના તન-મન-ધનનો વ્યય કરી શ્રુતસાહિત્યની રક્ષા તથા પ્રચારણાનો પ્રશસ્ત પ્રયત્ન કરી રહી છે, એની નોંધ લઈ અમે મુક્તકંઠે પ્રશંસા કરીએ છીએ.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 140