Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 10
________________ ભૂમિકા પંચ પ્રતિક્રમણ એટલે શું ? ૧. આપણે સામાયિક લેતી વખતે - કરેમિ ભત્તે ! - સૂત્ર ઉચ્ચારીએ છીએ, એટલું જ નહિ પરંતુ સૂત્રનો ઉચ્ચાર જાતે ન કરતાં ગુરુ મહારાજ કે વડીલ મારફત ઉચ્ચાર કરાવવા - ‘ઇચ્છાકારી ભગવત્ પસાય કરી-સામાયિક દંડક ઉચ્ચરાવોજી !'' એમ કહીને આપણે વિજ્ઞપ્તિ કરીએ છીએ. એટલે કે આપણે જાતે ન ઉચ્ચરતાં ગુરુ મહારાજ પાસે ઉચ્ચરાવીએ છીએ. તેનું કારણ મહાસૂત્રનું બહુમાન સૂચવવા માટે છે. તથા એ સૂત્ર સામાયિક અને પચ્ચક્ખાણ, એ બન્નેયની પ્રતિજ્ઞા રૂપ હોવાથી, જેમ આપણે પચ્ચક્ખાણ ગુરુ મહારાજ પાસે કે વડીલ પાસે લઈએ છીએ, તેમ આ સામાયિક દંડક પાઠ પણ ઉચ્ચરીએ છીએ. એ ૨. એ સૂત્રનું આટલું બહુમાન કરવાનું મુખ્યમાં મુખ્ય કારણ એ છે કે, એ સૂત્ર જૈન દર્શનનું મૂળ છે. ચૌદ પૂર્વ કહો કે દ્વાદશાંગી કહો, એ સર્વ એ સૂત્રના વિસ્તારથી અર્થ રૂપ છે. છ આવશ્યક કહો કે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ રત્ન કહો. દેશ વિરતિ, સર્વ-વિરતિ, સમ્યક્ત્વ અને શ્રુત - એ ચાર સામાયિક કહો, નમુક્કારશીના પચ્ચક્ખાણથી માંડીને શ્રાવકના બાર વ્રત અને મુનિરાજના મહાવ્રત સુધીનાં પ્રત્યાખ્યાનો કહો કે મહાશ્રાવકના ઉત્કૃષ્ટ આચાર કહો તથા બાળ સાધુથી માંડીને તીર્થંકર પરમાત્મા સુધીનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્ર જીવન કહો. તથા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચેય આચારો કહો, એ સર્વ તે સૂત્રમાં સમાય છે. એવું એવું એ ભવ્ય, ગંભીર, સર્વનય, નિક્ષેપો અને પ્રણામ સિદ્ધ અર્થોના સંબંધવાળું સૂત્ર છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચારિત્રાનુયોગ અને કથાનુયોગ, આ ચારેય અનુયોગો પણ તેની સાથે જોડાયેલા છે. ૩. એ સૂત્ર ઉપર સીધા આજે પણ નિર્યુક્તિ, ભાષ્યો, ચૂર્ણિ અને જુદી જુદી ટીકાઓ મળે છે. તેનો સંગ્રહ કરીએ તો - લાખ - દોઢ લાખ શ્લોક પ્રમાણ અત્યારે પણ ગ્રંથો મળે છે. ૪. એ સૂત્રનાં વ્યાખ્યાનોની શૈલીના જ્ઞાન માટે અનુયોગદ્દાર સૂત્ર નામનું ખાસ આગમ છે. ૫. પૂર્વના આચાર્યોએ આ સૂત્રને દ્વાદશાંગીના ઉપનિષદ્ તરીકે વર્ણવેલ છે. આ સૂત્રનો ઉચ્ચાર અર્થથી નહીં, પરંતુ ખુદ સૂત્રથી દરેક તીર્થંકર પરમાત્માઓ ઘેરથી નીકળી દીક્ષા સમયે કરે છે. સર્વ ગણધર ભગવંતો, સર્વ આચાર્ય ભગવંતો, પૂજ્યશ્રી ઉપાધ્યાય વાચક પ્રવરો, સર્વ મુનિ મહાત્માઓ પણ પોતપોતાની દીક્ષા વખતે, અને દરરોજની ક્રિયાની વિધિઓમાં પણ તેનો વારંવાર ઉચ્ચાર કરે છે, જે વાત સર્વે વર્ગના જૈન બન્ધુઓ સારી રીતે જાણે છે. ૬. એટલું જ નહીં, પરંતુ શ્રાવકની દરેક ક્રિયાઓમાં પણ તે જ સૂત્રનો મુખ્યપણે ઉચ્ચાર હોય છે, સામાયિક ગ્રહણ કરતી વખતે, તથા પોસહ લેતી વખતે પણ કેટલાક ફેરફાર સાથે આ સૂત્ર જ બોલાય છે. તેમજ બાર વ્રતોના ઉચ્ચારોમાં, પ્રતિમાધારી શ્રાવકોને તે તે પ્રતિમાના પ્રત્યાખ્યાનમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 883