Book Title: Naywad Ane Yukti Prakash Author(s): Padmasagar Gani, Hemchandrasuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ ( પ્રકાશકારા) પ્રસ્તુત પધસાગરગણિત “શ્રી યુકિતપ્રકાશ' તથા ‘નયવાદ” બે ગ્રંથરત્નોના પુનઃ સંપાદનયુક્ત પ્રકાશન પ્રસંગે હાર્દિક આનંદની અનુભૂતિ કરીએ છીએ. યુક્તિપ્રકાશ વર્ષો પૂર્વે પંડિત શ્રાવક શ્રી હીરાલાલ હંસરાજે છપાવી પ્રસિદ્ધ કર્યો હતો. તથા નયવાદ આજથી ૬૧ વર્ષ પૂર્વે જૈન સાહિત્યવર્ધક સભા, ભાવનગર તરફથી પ્રકાશિત થયેલ. જે અત્યંત સરળ સુંદર ભાષામાં શાસનસમ્રાટશ્રીના સમુદાયના મુનિ ધુરન્ધરવિજય (આ. ધુરંધરસૂરિજી) મહારાજે લખેલ. આ પુનઃ સંપાદનના પ્રસંગે પૂર્વપ્રકાશકો અને લેખક-સંપાદકોનો હાર્દિક આભાર માનીએ છીએ. પ. પૂ. વૈરાગ્યદેશના દક્ષ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અમીદ્રષ્ટિ અને શ્રુતસરિતવાણી દ્વારા સતત સિંચાતું આ શ્રુતરક્ષાનું અભિયાન નવ નવા આદર્શો સર કરી રહ્યું છે. આજ સુધીમાં ૩૦૦ થી પણ અધિક જીર્ણ-શીર્ણ પુસ્તક-પ્રતોના પુનર્મુદ્રણ કરી ભારતભરના સંઘોને ભેટ મોકલી સંઘની સુંદર સેવાનો અમને લાભ મળ્યો છે. આ કાર્ય હજી પણ ચાલુ જ છે. જે માટે મા સરસ્વતી દેવીની સહાયની પ્રાર્થના કરીએ છીએ. ' ' લી. શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકુમારભાઈ બાબુલાલ જરીવાલા લલિત કુમાર રતનચંદ કોઠારી પંડરીકભાઈ અંબાલાલ શાહPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 56