Book Title: Navtattva Prakarana Author(s): Vistirnashreeji Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 9
________________ વિધાતપની ફલશ્રુતિ જ્ઞાન એ તપ છે, પરંતુ સાધુ કે મહાસતીજીને માટે તો એ અતિ કઠિન મહાતપ છે. કોઈ સંશોધકને ગ્રંથ મેળવવો હોય તો એ તરત હાથવગો બને છે, પરંતુ કોઈ સાધુ કે મહાસતીજીને આવા ગ્રંથની પ્રાપ્તિ માટે કઠિન પુરુષાર્થ કરવો પડે છે. સાધ્વી વિસ્તીર્ણાજી મહાસતીના આવા અવિરત જ્ઞાનપુરુષાર્થના અને શ્રુતભક્તિના સાક્ષી બનવાનું બન્યું તેને મારા જીવનની એક મહત્ત્વની ઘટના માનું છું. સંશોધનના ક્ષેત્રમાં પણ ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના વિષયને લઈને કામ કરવું અતિ દુષ્કર છે. સૌ પ્રથમ તો એ માટે હસ્તપ્રતો મેળવવી જુદાજુદા ગ્રંથભંડારોની સૂચિ જોવી. એમાંથી હસ્તપ્રતની પસંદગી કરવી અને છેલ્લે એ ગ્રંથભંડારમાંથી હસ્તપ્રતની નકલ મેળવવી – આ બધી બાબતો સમય માગનારી અને મુશ્કેલ હોય છે. આટલા બધા કોઠા ભેદવાના હોવાને કારણે આજે ગુજરાતી મધ્યકાલીન સાહિત્યમાં પાંચ આંગળીના પૂરા વેઢા ગણી શકાય એટલાય સંશોધકો સાંપડતા નથી. વળી મધ્યકાલીન પદ્યરચનાઓ વિશે પુષ્કળ ખેડાણ થયું છે, પરંતુ મધ્યકાલીન ગદ્ય વિશે ઓછું સંશોધન કાર્ય થયું છે. આવે સમયે "નવતત્ત્વ પ્રકરણ" ગ્રંથનો બાલાવબોધ વિષયરૂપે પસંદ કરવો એ સ્વયં મોટો પડકાર હતો. પૂજ્ય મહાસતીજીએ આ વિષયનું ઊંડાણભર્યું સંશોધન કાર્ય કર્યું અને સૌથી વધુ તો નાનામાં નાની વિગત રહી જાય નહીં તેની ચીવટ રાખી. "નવતત્ત્વ પ્રકરણ" પરની મૌલિક રચનાઓ અને તેના પર લખાયેલા બાલાવબોધની હસ્તપ્રતો જોઈ અને એ પ્રત્યેક હસ્તપ્રતનું જરૂરી તારણ પણ આપ્યું. એટલું જ નહીં પણ એ હસ્તપ્રતના લેખનની અશુદ્ધિઓ અને પાઠભેદની પણ ચર્ચા કરી. આના રચનાકાર શ્રી હર્ષવર્ધનગણિ વિશે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 348