________________
૨. જૈન પરંપરાનો ઇતિહાસ - ભાગ ૩ ૩. પટ્ટાવલી પરાગસંગ્રહ (દ્વિતીય પરિચ્છેદ - મૃ. ૧૫૦) ૪. સોમસૌભાગ્ય કાવ્ય ૫. ગુરુગુણરત્નાકર
વગેરે ગ્રંથોમાં શ્રી સોમસુંદરસૂરિના શિષ્યમંડળની યાદી છે તેમાં પણ હર્ષવર્ધનગણિનો નામોલ્લેખ નથી.
હર્ષવર્ધનગણિનો જન્મ ક્યાં થયો ? તેમના માતા-પિતા કોણ હતા ? ગણિજી ક્યારે અને ક્યાં દિક્ષીત થયા ? તેમનો શિષ્ય પરિવાર કેટલો હતો ? હર્ષવર્ધનગણિએ કેવા પ્રકારની શાસનસેવા કરી ? તે ક્યારે સ્વર્ગવાસી થયા વગેરે કોઈપણ પ્રકારની માહિતી મળતી નથી.
પ્રાપ્ત સાધનસામગ્રીના આધારે એવું મંતવ્ય રજૂ કરી શકાય કે “નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ'ના કર્તા શ્રી હર્ષવર્ધનગણિ આચાર્યશ્રી સોમસુંદરસૂરિના શિષ્ય હતા.
પ્રસ્તુત બાલાવબોંધમાં આવતા વિષયોની વિશદ છણાવટ જોતા એટલું તો સ્પષ્ટ માની શકાય કે શ્રી હર્ષવર્ધનગણિ અનેક આગમગ્રંથોના તેમજ પ્રકીર્ણક ગ્રંથોના સારા જાણકાર હશે. તેના ફલતઃ એક સ્વતંત્ર કહી શકાય તેવા ગ્રંથની રચના કરી પોતાની વિદ્વત્તાનો સારો પરિચય કરાવ્યો છે.
પ્રસ્તુત બાલાવબોધની રચનાનો સમય પ્રશસ્તિમાં સ્પષ્ટ આપ્યો નથી. પરંતુ મંગલશ્લોકમાં “શ્રીમત્ તપાળશાન” અને પુષ્યિકામાં “અચ્છાધિરાઝ' એમ વિશેષણો આપ્યા છે તે સોમસુંદરસૂરિના છે એટલે સોમસુંદરસૂરિ ગચ્છાધિપતિ બન્યા (સં. ૧૪૫૭) પછીની આ રચના હોઈ શકે. અને L2 સંજ્ઞક હસ્તપ્રત જેનો લે. સં. ૧૫૫૮ છે તેના કરતાં પ્રસ્તુત પ્રત પ્રાચીન જણાઈ છે તેથી આ બાલાવબોધનો સમય સં. ૧૪૫૭ થી સં. ૧૫૫૮ વચ્ચેનો માની શકાય. તેમજ પ્રસ્તુત હસ્તપ્રતની લેખનશૈલી, લિપિ, અક્ષરોના મરોડ વગેરે જોતાં ડૉ. ભાયાણીસાહેબના અભિપ્રાય મુજબ આ પ્રત પંદરમી સદીના ઉત્તરાર્ધ કે સોળમી સદીના પૂર્વાર્ધની છે. આથી પ્રસ્તુત બાલાવબોધનો રચના સમય સં. ૧૪૫૭ થી ૧૫૦૦નો માની શકાય.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org