________________
અનાદિકાલીન અધ્યવસાયના સંસ્કારથી ઇન્દ્રિયો પ્રાયઃ અપ્રશસ્ત યોગમાં પ્રવર્તતી હોય છે માટે તે આશ્રવ છે.
૨. કષાય :
જેનાથી જીવના શુદ્ધ અધ્યવસાયમાં મલિનતા આવે તે કષાય. સામાન્યતઃ જીવોના પરિણામો સંક્લિષ્ટ થવાથી ક્રોધાદિ ચાર કષાય ઉત્પન્ન થાય છે. ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારેને એક શબ્દમાં કષાય કહેવાય છે. આ કષાયનાં કારણો પ્રાયઃ અપ્રશસ્ત હોય છે તેથી કષાયો આશ્રવ છે.
૩. અવ્રત :
વ્રતનો અભાવ તે અવ્રત. ક્રૂરતા, દાંભિકતા (રહસ્ય), વિષયવાંછા, બીજાનું લઈ લેવાની વૃત્તિ, મૂર્છા, આવી મનોવૃત્તિઓના કારણે જીવ હિંસા, અસત્ય, ચોરી, કુશીલ આદિ જે કાંઈ પાપાચરણ કરે છે તે મહાપાપ રૂપ હોય છે. આ પાપોને જૈનદર્શનની પરિભાષામાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અદાત્તાદાન, મૈથુન અને પરિગ્રહ કહ્યા છે. આ પાપોનો ત્યાગ ન કરવો તે અવ્રત છે. એનું આચરણ કરવાથી, આદેશ આપવાથી કે તેનું સમર્થન કરવાથી આત્મામાં કર્મોનો પ્રવેશ થાય છે માટે તે આશ્રવ કહેવાય છે.
૪. યોગ :
મન, વચન, કાયા દ્વારા થતી ચેષ્ટા અથવા પ્રયત્ન તે યોગ, ક્રિયાત્મક રૂપે થતો આત્માનો વ્યાપાર = પ્રયત્નને યોગ કહેવાય છે. તે યોગના મુખ્ય ત્રણ પ્રકાર છે.
૧. મનોયોગ : મનન અભિમુખ આત્માનો મન દ્વારા થતો વ્યાપાર તે મનોયોગ. તેના ચાર પ્રકાર છે. (૧) સત્ય તરફ મનની જે પ્રવૃત્તિ તે સત્યમનોયોગ, (૨) અસત્ય તરફી મનની જે પ્રવૃત્તિ તે અસત્ય મનોયોગ, (૩) કાંઈક સત્ય, કાંઈક અસત્ય તરફી મનની જે મિશ્ર પ્રવૃત્તિ તે મિશ્ર મનોયોગ, (૪) વ્યવહારમાં જે પ્રમાણભૂત ગણાતું હોય તે તરફી મનની જે પ્રવૃત્તિ તે વ્યવહા૨મનોયોગ.
૨. વચનયોગ : ભાષા દ્વારા થતો આત્માનો જે વ્યાપાર તે વચનયોગ. તેના ચાર પ્રકાર (૧) સત્યના વિષયમાં થતી વચનની પ્રવૃત્તિ તે
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
८८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org