________________
થઈ જાય તે સંક્રમણ કહેવાય. મૂલ આઠ પ્રકૃતિમાં સંક્રમણ = બદલાવ થતું નથી. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનું પરસ્પર પરિવર્તન તથા આયુષ્યકર્મની ઉત્તરપ્રકૃતિમાં પરિવર્તન થતું નથી. ટૂંકમાં એક કર્મપ્રકૃતિનું પોતાની સજાતીય બીજી
કર્મપ્રકૃતિમાં બદલાઈ જવું તે. સ્કંધબીજ
થડ જેનું બીજ છે તે વનસ્પતિ. સલ્લકી આદિ. સંક્ષિશ્યમાનક - જેના ચિત્તના અધ્યવસાયો સંક્લેશ પામી રહ્યા છે
તેવો સાધક, ઉપશમશ્રેણિ કરનાર સાધક મોહનીયનો ઉપશમ કરે છે, સર્વથા ક્ષય કરતો નથી. આ શ્રેણિમાં એક સમય પછી જીવના ચારિત્રના વર્ષોલ્લાસ ઘટે છે અને ઉપશાંત થયેલ મોહ પ્રબળતાથી ઉદયમાં આવે છે ત્યારે તે
જીવના પરિણામો સંક્લિષ્ટ બનતા હોય છે. સંખ્યાતવર્ષાયુષ્ક - સંખ્યાતવર્ષના આયુષ્યવાળા જીવો. સંઘયણ
સિંહનન. શરીરમાં અસ્થિઓનું બંધારણ. તેના છે પ્રકાર છે. આમાં અસ્થિના છેડાઓ પરસ્પર અત્યંત મજબૂત રીતેથી લઈ ક્રમશઃ અતિ
શિથિલ રીતે જોડાયેલ હોય છે. iઠાણ
સંસ્થાન. શરીરની આકૃતિ. તે છ પ્રકારના છે.
શ્રેષ્ઠથી માંડીને ક્રમશઃ કનિષ્ઠ આકાર હોય છે. સંમૂર્છા
બીજ વગર ઉત્પન્ન થનારી વનસ્પતિ. પૃથ્વીપાણીના સંયોગથી પ્રયત્નવિશેષ વિના સ્વયં
ઉત્પન્ન થતી વનસ્પતિ. સેવાળ વગેરે. સંમૂચ્છિમજીવન- નર-માદાના સંયોગ વિના સ્વયમેવ ઉત્પન્ન થનારા
જીવો. સરાગસંજમા રાગ સહિતનો સંયમ. દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યેના
રાગપૂર્વક જે સંયમ તે સરાગસંજમ. સાકારોપયોગ , આકાર સહિતનો જે બોધ તે સાકારોપયોગ. જે
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org