________________
(૨) રૌદ્રધ્યાન : રૌદ્ર=દૂર. હિંસા કરવાની, જૂઠ્ઠું બોલવાની, ચોરી કરવાની અને હંમેશા પરિગ્રહના સંરક્ષણ માટે ચિત્તમાં ઉત્પન્ન થતી
ક્રૂરતા તે રૌદ્રધ્યાન. આ બંને ધ્યાન સંસાર વૃદ્ધિનાં કારણ હોવાથી
નિર્જરાના ભેદોમાં સમાવિષ્ટ નથી.
(૩) ધર્મધ્યાન : જેના દ્વારા આત્મશુદ્ધિ થાય તે ધર્મ. તેમાં આત્માનું સ્થિરીકરણ તે ધર્મધ્યાન. તેના ચાર ભેદ છે. (અ) વીતરાગની આજ્ઞા પર દૃઢ આસ્થા રાખી તેનું ચિંતન કરવું તે આજ્ઞાવિચય. (બ) અપાય=દોષ, રાગ-દ્વેષ અપાય રૂપ છે તેનાથી કઈ રીતે મુક્ત થઈ શકાય, દોષોની વિશુદ્ધિ કઈ રીતે થઈ શકે તેનો વિચાર કરવો તે અપાયવિચય. (ક) વિપાક કર્મનું ફળ. સુખ-દુઃખને કર્મના ફળસ્વરૂપે વિચારવા તે વિપાકવિચય. (ડ) છ દ્રવ્યમય ચૌદ રાજલોકના સ્વરૂપનું અનુચિંતન કરવું તે સંસ્થાનવિચય.
=
=
=
(૪) શુક્લધ્યાન : જેના દ્વારા આત્માના અધ્યવસાયો અત્યંત ઉજ્વલ બને તે શુક્લધ્યાન. તેના ચાર ભેદ છે (૧) પૃથ ભેદ, વિતર્ક = શ્રુતજ્ઞાન, સવિચાર = સંક્રમણ. શ્રુતજ્ઞાનના આધારે દ્રવ્ય, ગુણ, પર્યાયનું ચિંતન કરતાં ક્યારેક દ્રવ્ય પ૨ તો ક્યારેક પર્યાય પર એમ ચિંતન પરાવૃત થતું રહે તે પૃથવિતર્કસવિચાર. (૨) એકત્વ અભેદ, અવિચાર અપરિવર્તન. શ્રુતજ્ઞાન અનુસાર કોઈ એક જ દ્રવ્ય ૫૨ અથવા તેની પર્યાય ૫૨ સ્થિ૨૫ણે ચિંતન કરવું તે એકત્વવિતર્ક અવિચાર. (૩) કેવલજ્ઞાની વીતરાગાત્માને સૂક્ષ્મકાયયોગની ક્રિયા ચાલુ રહે છે અને બાકીના બધા યોગોને રોકી દે છે. તે સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી. (૪) વ્યુપરત = વિરમી જવું. શ્વાસોચ્છવાસરૂપ સૂક્ષ્મક્રિયા પણ જેમાં સમાપ્ત થઈ જાય તથા આત્મપ્રદેશો સંપૂર્ણ નિષ્કુપ બની જાય તે વ્યુપરતક્રિયાઅનિવૃત્તિ.
૬. ઉત્સર્ગ : ઉત્સર્ગ યાને ત્યાગ કરવો. તેના બે ભેદ (૧) શરીરના મમત્વનો, આસક્તિનો ત્યાગ કરવો, પદાર્થોના સંગ્રહ લોભનો ત્યાગ કરવો, લોલુપતારહિત પરિમિતઆહાર કરવો તે દ્રવ્યોત્સર્ગ. (૨) કષાયોને મંદ ક૨વા, રાગ-દ્વેષ ઘટાડવા, કર્મબંધનાં કારણો જાણી તેનો પરિત્યાગ કરવો તે ભાવોત્સર્ગ.
Jain Education International
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૧૦૯
==
For Private & Personal Use Only
www.jainelibrary.org