________________
૨. વિનય : વિનય એટલે નમ્રતા અને બહુમાન. તે વિનયના સાત પ્રકાર (૧) જ્ઞાનીનો વિનય અને ભક્તિ કરવા તે જ્ઞાન વિનય. (૨) સમ્યક્ત્વ ઉપર શ્રદ્ધા અને સમ્યદ્રષ્ટિ જીવોનું બહુમાન, સ્તુતિ કરવાં તે દર્શન વિનય. (૩) ચારિત્રાત્માઓ પ્રતિ સત્કાર-સન્માન રાખવાં, સેવા શુશ્રુષા કરવી તે ચારિત્ર વિનય. (૪) ગુરુજનો, વડીલો પ્રત્યે મનને સદ્ભાવથી ભાવિત રાખવું તે મનોવિનય. (૫) વડીલો, ગુણવાનો સાથે મધુર સંભાષણ કરવું, પ્રશસ્તવાણીથી સ્તુતિ કરવી તે વચન વિનય. (૬) ગુણવંત વ્યક્તિઓ, ગુરુજનોનો આદર કરવો તેમની સાથે અસભ્ય વ્યવહાર ન કરવો તે કાર્યવિનય. (૭) વરિષ્ઠ, પૂજ્યજનો સાથે ઉચિત વ્યવહાર કરવો, કૃતજ્ઞતા દાખવવી તે ઉપચાર વિનય.
૩. વૈયાવૃત્ય : સેવા, પરસ્પરની સહાય કરવી. સેવા કરવા યોગ્ય સેવ્ય વ્યક્તિઓ દસ પ્રકારની છે. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, નૂતનદીક્ષિત, રોગી, કુલ, ગણ, સંઘ, અને સાધર્મિક આ દસને જરૂરિયાત પ્રમાણે ભોજન, પાણી, આસન, શય્યા, ઔષધ વગેરે પ્રદાન કરવાં, તેમની શારીરિક સેવા કરવી, સહાય કરવી વગેરે કાર્યોને વૈયાવૃત્ય કહેવાય.
૪. સ્વાધ્યાય : સ્વ અધ્યયન અર્થાત્ આત્મકલ્યાણકારી ચિંતન. સ્વાધ્યાયને પ્રશસ્ત અધ્યયન=પઠન પણ કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે. (૧) ગુરુમુખથી સૂત્ર પાઠ લેવો અને સૂત્રાર્થ ભણવો તે વાચના, (૨) સૂત્રાર્થનું અનુચિંતન કરતાં જ્યાં શંકા જાગે તેને દૂર કરવા ગુરુને પૂછવું તે પૃચ્છના. (૩) શીખેલ સૂત્રપાઠનું ફરી ફરી પુનરાવર્તન કરવું તે પરિવર્તના. (૪) અનુપ્રેક્ષા અર્થોદ્ઘાટન. વાચના ગ્રહણ કરેલ સૂત્રપાઠના અર્થનું ઊંડાણપૂર્વક ચિંતન તે અનુપ્રેક્ષા. (૫) દૃષ્ટાંતપૂર્વક સૂત્ર, ધર્મનું રહસ્ય બીજાને સમજાવવું તે ધર્મકથા.
=
૫. ધ્યાન : એક લક્ષ્ય પર ચિત્તની એકાગ્રતા તે ધ્યાન. તેના મુખ્ય ચાર ભેદ છે.
(૧) આર્ત્તધ્યાન : આર્ત પીડા, દુ:ખ. અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થવા પર તેના વિયોગ માટે નિરંતર ચિંતા, ઇષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવાની સતત ચિંતા, શારીરિક-માનસિક રોગોને દૂર કરવાની ચિંતા, ભોગોની તીવ્ર લાલસા આ બધામાં ચિત્તની જે તન્મયતા તે આર્ત્તધ્યાન.
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org