________________
શરીર, ઇન્દ્રિય, શ્વાસ લેવા-મૂકવાની શક્તિ, બોલવાની શક્તિ અને વિચારવાની શક્તિ રૂપે પરિણમાવે છે. જીવ ઉત્પત્તિના પ્રથમ સમયે આહારયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે તેનું કારણ પૂર્વભવથી સાથે રહેલું તૈજસ-કાર્પણ શરીર છે. કાર્યણશરીરના કારણે ઉત્પત્તિસ્થાનમાં રહેલા પુદ્ગલો જીવ દ્વારા ગ્રહણ કરાય અને જુદી જુદી શક્તિરૂપે પરિણત કરવાનું કાર્ય તૈજસશરીરનું છે.
જે જુદી જુદી શક્તિઓ પ્રાપ્ત થાય છે તેને જૈનદર્શનમાં પર્યાપ્તિ નામ આપ્યું છે. તેનો ક્રમ આ પ્રમાણે છે
૧. આહારપર્યાપ્તિ, ૨. શરીરપર્યાપ્તિ, ૩. ઇન્દ્રિયપર્યાપ્તિ, ૪. શ્વાસોચ્છવાસપર્યાપ્તિ, ૫. ભાષાપર્યાપ્તિ, ૬. મનપર્યાપ્તિ.
આહારપર્યાપ્તિ :
જે શક્તિ દ્વારા જીવ આહારયોગ્ય પુદૂંગલોને ગ્રહણ કરી સાર અને અસારરૂપે પરિણમાવે તે આહા૨૫ર્યાપ્તિ. અથવા શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન એ પાંચપ્રકારની યોગ્યતાવાળા પુદ્ગલોને ગ્રહણ કરવાની ક્રિયાની પૂર્ણતાને આહા૨૫ર્યાપ્તિ કહે છે.
શરીરપર્યાપ્તિ :
જે શક્તિવડે સાર રૂપ પુદ્ગલોને સાતધાતુ રૂપે પરિણમાવે અને શરીરની રચના કરે તે શરીર પર્યાપ્તિ. અથવા પ્રથમસમયે ગ્રહણ કરેલ પુદ્ગલસંઘાતમાંથી શરીરની રચનાને યોગ્યપુદ્ગલો દ્વારા શરીર રચનાની ક્રિયાની પૂર્ણતા તે શરીરપર્યાપ્તિ.
ઇન્દ્રિયપર્યાપ્તિ :
જે શક્તિ દ્વારા સાતધાતુ રૂપે પરિણત પુદ્ગલોને યથાયોગ્ય ઇન્દ્રિયરૂપે પરિણમાવે તે ઇન્દ્રિયપર્યાપ્તિ અથવા પ્રથમ સમયે ગ્રહણ કરેલ પુદ્ગલો દ્વારા ઇન્દ્રિયો રચનાની ક્રિયાની પૂર્ણતા તે ઇન્દ્રિયપર્યાપ્તિ.
શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ :
જે શક્તિ દ્વારા પ્રથમસમયે ગૃહીત પુદ્ગલોને શ્વાસોચ્છવાસરૂપે પરિણમાવે અર્થાત્ શ્વાસરૂપે લે અને ઉચ્છવાસરૂપે મૂકે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ. અથવા શ્વાસ લેવાની અને ઉચ્છવાસ મૂકવાની શક્તિ રૂપ કાર્યની પૂર્ણાહુતિ તે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ.
Jain Education International
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org