________________
મોહનીયકર્મના મુખ્ય બે પ્રકારો - (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય દર્શનમોહનીયના ત્રણ પેટાવિભાગમાંથી એક મિથ્યાત્વમોહનીય છે. ૧૬. મિથ્યાત્વમોહનીય : સત્ વસ્તુમાં અસત્ બુદ્ધિ અને અસતું વસ્તુમાં
સબુદ્ધિ તે મિથ્યાત્વ. તત્ત્વોના યથાર્થ સ્વરૂપની શ્રદ્ધા-રુચીનો અભાવ તથા દેવ-ગુરુ અને ધર્મની બાબતમાં ખોટા ખ્યાલ તે મિથ્યાત્વમોહનીય. મોહનીયનો બીજો પ્રકાર ચારિત્ર મોહનીય છે. તેના બે ભેદ - કષાય અને નોકષાય. જેના દ્વારા સંસાર વૃદ્ધિ થાય, ચિત્તના પરિણામો
સંક્ષિપ્ત બને તે કષાય. આ કષાયના ૧૦ પ્રકાર છે. ૧૭ થી ૨૦. અનંતાનુબંધી કષાયઃ જે જીવને અનંતકાળ સુધી સંસારમાં
ભ્રમણ કરાવે તે અનંતાનુબંધી કષાય. તેના ચાર ભેદ-ક્રોધ, માન,
માયા, લોભ. ૨૧ થી ૨૪. અપ્રત્યાખ્યાન કષાય : જેના ઉદયથી જીવને અલ્પત્યાગરૂપ
પ્રત્યાખ્યાન કરવાની ઇચ્છા પણ ન જાગે તે અપ્રત્યાખ્યાન કષાય. તેના
ચાર ભેદ – ક્રોધ, માન, માયા, લોભ. ૨૫ થી ૨૮. પ્રત્યાખ્યાન કષાય : જે સર્વ સાવઘના ત્યાગરૂપ પ્રત્યાખ્યાનને
અટકાવે તે પ્રત્યાખ્યાનાવરણ કષાય. તેના ચાર ભેદ - ક્રોધ, માન,
માયા, લોભ. ૨૯ થી ૩૨. સંજ્વલન કષાય : જે અલ્પાંશે જલન પેદા કરે અર્થાત્ ચિત્તની
અંદર કષાયની પરિણતિ થોડી હોય તે સંજવલન કષાય. તેના ચાર ભેદ – ક્રોધ, માન, માયા, લોભ. આ ચારેય કષાયોના ભેદોને સમજાવવા જુદી જુદી ઉપમાઓ આપવામાં આવી છે. તે આ પ્રમાણે છે.
કષાયનું નામ ક્રોધ
માન
માયા
લોભ
અનંતાનુબંધી પર્વતમાં પડેલ પત્થરના સ્તંભ વાંસની જડ કિરમજના તિરાડ સમાન સમાન
સમાન રંગ સમાન
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org