________________
ચક્ષુદર્શનાવરણ : ચક્ષુ = આંખના માધ્યમથી થતા શેય દ્રવ્યોના સામાન્ય અવબોધને આવરણ કરનાર ચક્ષુદર્શનાવરણ. અચક્ષુદર્શનાવરણ : ચક્ષુ સિવાય બીજી ઇન્દ્રિયો અને મનના માધ્યમ દ્વારા થતા પદાર્થોના સામાન્યબોધને અવરોધ કરનાર તે
અચક્ષુદર્શનાવરણ. ૮. અવધિદર્શનાવરણ : ઇન્દ્રિય અને મનની સહાયતા વિના રૂપી
પદાર્થોના સામાન્યબોધને અટકાવનાર તે અવધિદર્શનાવરણ. કેવલદર્શનાવરણ : સમગ્રદ્રવ્યોના સાક્ષાત્ સામાન્યબોધને આવરણ કરનાર તે કેવલદર્શનાવરણ. દર્શનાવરણીય કર્મના ઉદયથી નિદ્રાનો ઉદય થાય છે. તેમાં
તરતમતાના કારણે પાંચ પ્રકારો છે. ૧૦. નિદ્રા : સહેલાઈથી જાગી જવાય તે નિદ્રા. ૧૧. નિદ્રાનિદ્રા : ઘણા પ્રયત્નપૂર્વક જાગે અર્થાત્ સહેલાઈથી ન જાગે તે
નિદ્રા-નિદ્રા. ૧૨. પ્રચલા : બેઠાં બેઠાં કે ઊભા ઊભા ઊંઘ આવે તે પ્રચલા. ૧૩. પ્રચલા પ્રચલા : હરતાં-ફરતાં, હાલતાં-ચાલતાં ઊંઘ આવે તે પ્રચલા
પ્રચલા. ૧૪. સ્યાનગૃદ્ધિ : દિવસે ચિંતવેલું કઠિનકાર્ય રાત્રે ઉંઘમાં કરી આવે તો પણ
પોતાને ખબર ન પડે એવી જે નિદ્રા તે સ્થાનદ્ધિ નિદ્રા.
વેદનીય કર્મ - ઇન્દ્રિયજન્ય સુખદુઃખનું વેદન = અનુભવ કરાવે તે વેદનીય કર્મ. આ કર્મને મધુલિપ્ત ખગધારા સમાન કહ્યું છે. તેમાં મધુરસ સમાન જે સુખકારક સંવેદન તે શાતાવેદનીય, જીલ્લાભેદન સમાન જે દુઃખકારક સંવેદન તે અશાતાવેદનીય. ૧૫. અશાતાવેદનીય : દુઃખાનુભૂતિ. ઇન્દ્રિયના વિષયોની અનિષ્ટ - અપ્રિય
જે અનુભૂતિ, દુઃખરૂપ જે વેદના તે અશાતાવેદનીય. આવું દુઃખ સંવેદન તિર્યંચમાં અલ્પાંશે અને નરકમાં અધિકાંશે હોય છે.
મોહનીય કર્મ - જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપ તેમજ હિત-અહિતને જાણી ન શકે તે મોહનીય કર્મ. તેને મદ્યપાન જેવું કહ્યું છે. જેમ મદિરાના નશામાં મત્ત બનેલ વ્યક્તિને વિવેકનું ભાન રહેતું નથી તેમ જેના દ્વારા આત્મા મોહિત થાય, વાસ્તવિક-અવાસ્તવિકમાં મુંઝાય તે મોહનીય કર્મ.
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org