________________
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણે દ્રવ્યો પ્રદેશસમૂહાત્મક, ચૌદ રાજલોકવ્યાપ્ત અને અમૂર્ત છે. તેને ચર્મચક્ષુ વડે જોઈ શકાતા નથી. આ અખંડ ત્રણેય દ્રવ્યોના કલ્પિત સ્કંધ, દેશ, પ્રદેશ એવા વિભાગો છે.
સ્કંધ : પદાર્થનો આખો ભાગ અર્થાત્ એક સમૂહરૂપ સંપૂર્ણ તે સ્કંધ. દેશ : પદાર્થથી સંલગ્ન અમુકભાગ અથવા બુદ્ધિકલ્પિતભાગ તે દેશ. પ્રદેશ : પદાર્થનો નિર્વિભાગ અંશ અથવા સર્વથી સૂક્ષ્મઅંશ તે પ્રદેશ.
ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્યમાંથી એક પણ પ્રદેશ કોઈ કાળે છૂટો પડતો નથી તેથી તેમાં પરમાણુનો ભેદ ઘટિત થતો નથી.
પરમાણું એટલે પદાર્થથી ભિન્ન અવિભાજ્ય અંશ. પુદ્ગલદ્રવ્યના સ્કંધમાંથી આવો નિર્વિભાગ અણુ-અંશ છૂટો પડે છે માટે પુદ્ગલદ્રવ્યના સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુરૂપ ચાર ભેદો છે.
પ્રદેશ અને પરમાણુ અવિભાજ્ય અંશની દૃષ્ટિએ સમાન જ છે. પરંતુ પ્રદેશ એટલે અંધથી અભિન્ન નિર્વિભાગ અંશ અને પરમાણુ એટલે સ્કંધથી ભિન્ન નિર્વિભાગ અંશ.
કાળ દ્રવ્યના પ્રદેશો હોતા નથી તેથી કાળનો ભેદ ફક્ત કાળ રૂ૫ એક જ છે.
બાલાવબોધકારે અજીવતત્ત્વોનું વર્ણન કરતાં છ દ્રવ્યનું સ્વરૂપ સમજાવ્યું છે તેમાં પણ વિશેષ કરી પાંચ અજીવદ્રવ્યનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
છ દ્રવ્યનું સ્વરૂપ સમગ્રવિશ્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય આ છ દ્રવ્યો જ છે. તેમાં જીવદ્રવ્ય ચૈતન્યસ્વરૂપ છે અને બીજાં પાંચ દ્રવ્યો અચેતન છે.
આ છ દ્રવ્યમાં પુદ્ગલને સ્પર્શી શકાય છે, ચાખી શકાય છે, સુંઘી શકાય છે જોઈ શકાય છે અને સાંભળી શકાય છે તેથી પુદ્ગલ દ્રવ્ય મૂર્તિ (રૂપી) છે અને બાકીના પાંચદ્રવ્યો ઇન્દ્રિયગોચર ન હોવાથી અમૂર્ત (અરૂપી) છે.
છ દ્રવ્યમાં - જીવદ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય ક્રિયાશીલ છે, બાકીનાં ચાર દ્રવ્યો નિષ્ક્રિય છે.
નવતત્વ પ્રકરણ બાલાવબોધ
૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org