________________
અર્થાત્ જે શરીરના ચારે ખૂણા સમાન હોય એટલે કે પદ્માસને બેઠેલ વ્યક્તિના જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું અને ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું અંતર તથા લલાટથી આસન સુધીનું અંતર અને બંને જાનુ વચ્ચેનું અંતર સમાન હોય
તે સમચતુરસસંસ્થાન. ૨૦. શુભ વર્ણ : જે કર્મના ઉદયથી શરીરનો રંગ શુભ હોય તે
શુભવર્ણનામ. ૨૧. શુભ ગંધ : જે કર્મના ઉદયથી શરીરમાં સુગંધ ઉત્પન્ન થાય તે
શુભગંધનામ. ૨૨. શુભ રસ : જે કર્મના ઉદયથી શરીરમાં શુભ રસોની ઉત્પત્તિ
થાય તે શુભરસનામ. ૨૩. શુભ સ્પર્શ : જે કર્મના ઉદયથી શરીરનો સ્પર્શ શુભંકર હોય તે
શુભસ્પર્શનામ. ૨૪. શુભ વિહાયોગતિ ઃ જે કર્મના ઉદયથી જીવની ચાલ હંસ, ગજ
વગેરેની જેમ પ્રશસ્ય બને તે શુભ વિહાયોગતિ. ૨૫. અગુરુલઘુનામ : અતિશય ભારે પણ નહિ અને અતિશય હલકું
પણ નહિ. જો અતિ ભારે હોય તો હાલવા-ચાલવામાં તકલીફ પડે અને અતિશય હળવું હોય તો સ્થિર ન રહી શકે. જે કર્મના ઉદયથી સમતોલપણું જળવાઈ રહે તે અગુરુલઘુનામ. પરાઘાતનામ : જે કર્મના ઉદયથી જીવ શક્તિશાળી બળવાનોની દૃષ્ટિમાં પણ અજેય ગણાય અર્થાત્ કોઈથી પરાભવ ન પામે અને દુર્ઘર્ષ વિરોધીઓને પણ પરાજિત કરી શકે તે
પરાઘાતનામ. ૨૭. ઉચ્છવાસનામ : જે કર્મના ઉદયથી જીવને શ્વાસોચ્છવાસની
શક્તિ પ્રાપ્ત થાય. બહારની હવાને નાસિકા દ્વારા અંદર લેવી તે શ્વાસ અને શરીરની અંદરની હવા નાસિકા દ્વારા બહાર
કાઢવી તે ઉચ્છવાસ નામ. ૨૮. આપ નામ : જે કર્મના ઉદયથી જીવનું શરીર અનુષ્ણ હોય
૨૬.
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org