________________
જીવમાં સંભવી શકે છે. જીવને કર્મનો કર્તા સ્વીકારવાથી તે સંસારી અવસ્થામાં આવે છે અને જ્યારે જીવ સર્વથા કર્મનો ભોગવટો કરી લે ત્યારે સિદ્ધાવસ્થા પામે છે. આથી જ જીવના સંસારી અને સિદ્ધ એવા તાર્કિક ભેદો શક્ય બને છે. કર્મના સ્વયંકર્તા અને સ્વયં ભોક્તા એવા જીવને અન્ય કોઈ આ સંસારમાં લાવી શકતું નથી અને સંસારથી બહાર લઈ જઈ શકતું નથી પરંતુ જીવ કર્મના કર્તૃત્વ અને ભોક્તત્વથી પોતે જ પોતાના સંસારનું સર્જન અને વિસર્જન કરે છે.
ઉપયોગાત્મક જીવ :
જૈનદર્શન પ્રમાણે ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગ એટલે જેના દ્વારા જીવ તે તે પદાર્થનું જ્ઞાન કરે છે અને પદાર્થના જ્ઞાન પ્રત્યે વ્યાપારશીલ (પ્રવૃત્ત) બને છે. પદાર્થના જ્ઞાન પ્રત્યેની વ્યાપાર ક્રિયાથી, દ્રવ્ય, કષાય, યોગ, સાકારતા કે અનાકારતા, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યમાં જીવનો જ્ઞાતૃત્ત્વ વ્યાપાર ઘટતો હોવાથી જીવ-આત્માના આઠ પ્રકાર કહ્યા છે.”
સ્વસંવેદ્ય જીવ :
‘ઝીવો અળાનિહો’– જીવ અનાદિ નિધન છે, અરૂપી છે, છતાં સંવેદ્યતાના તર્કથી અનુભવ ગમ્ય છે અને શરીરના માધ્યમથી દૃષ્ટિગોચર થાય છે. સુખ-દુઃખ આદિ સંવેદનાની અનુભૂતિ સર્વ સજીવ દેહધારીઓને અનુભવાય છે પણ નિર્જીવમાં સંવેદનાની અનુભૂતિ થતી નથી. ઇંદ્રિય અને મન સાધન છે અને ઇન્દ્રિયોના વિષયોનો અનુભવ કરનાર તથા મનન કરનાર આત્મા છે. જ્યારે દેહમાં આત્મા ન હોય ત્યારે અક્ષત એવી પાંચે ઇન્દ્રિયો જોવા વગેરે વિષયોની અનુભૂતિ કરી શકતી નથી કારણ કે અનુકૂળ કે પ્રતિકૂળ કે પદાર્થની પ્રતિક્રિયા નિર્જીવ પદાર્થમાં થતી નથી.
જીવની સિદ્ધિ :
ઇન્દ્રિય વિષયાનુભૂતિ અને મનન શક્તિ એ પ્રત્યક્ષ ગુણો છે. તેના કારણે આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. જેમ આકાર, રંગ વગેરે પ્રત્યક્ષ ગુણોથી ઘટપદાર્થની સિદ્ધિ થાય છે કારણ કે જેના જેના ગુણો પ્રત્યક્ષ હોય છે તે તે દ્રવ્ય હયાત હોય છે.8 સંશય વગેરે જ્ઞાનના પ્રકારો છે. જેને આત્મા છે
Jain Education International
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org