________________
દીનાર માત્રિઇં કરી ધનવંત ન કહાઈ તિમ બેંદ્રિયાદિક સંપૂરા મનોબલ પાખઈ સંજ્ઞીયા ન કહી.”
સોળ સંશાનું સ્વરૂપ :
જગતના દરેક જીવોને શારીરિક પ્રવૃત્તિના નિમિત્તરૂપ કેટલીક માનસિક વૃત્તિઓ જેવી કે– આહારની ઇચ્છા, ભયની લાગણી, કામભોગની અભિલાષા, સંગ્રહવૃત્તિ, મૂર્છા, આવેશ, અહંકાર, ફૂડ-કપટ, લાલસા, કંઈક વિશેષ જાણવાની વૃત્તિ, સામાન્ય રીતે કાર્ય કર્યા કરવું, પ્રસંગોપાત સુખ-દુઃખનો અનુભવ, મતિનું મુંઝાઈ જવું, કાર્યપ્રસંગે ચિત્તભ્રાંતિ થવી, આઘાત લાગવો, પોતાને ઇષ્ટ લાગે તે પ્રમાણે ધર્મનું પાલન કરવું વગેરે છે.
તેમાં આહાર, ભય, કામભોગની અભિલાષા, સંગ્રહવૃત્તિ, આવેશ, અહંકાર, કપટ અને લાલસા એ બહુલતયા સ્વચિત્તાવલંબી છે અર્થાત્ પોતાના માનસિક પરિબળો ઉપર નિર્ભર છે, તેમાં બાહ્ય પરિબળો ઓછો ભાગ ભજવે છે. કોઈ બાબતના વિશેષજ્ઞાન માટે બહુલતયા બાહ્ય પરિબળની અપેક્ષા રહે છે. જે ક્રિયા જે રીતે થતી હોય તેને તે રીતે કરવા માટે પરંપરાની અપેક્ષા ૨હે છે. સુખ, દુ:ખ, મોહ, શોકનો અનુભવ, ચિત્તભ્રાંતિ, ઇષ્ટધર્મ પાલન વગેરે સ્વત: અને પરત: બંને રીતે હોઈ શકે છે. તેના કારણો પરતઃ હોય છે પણ તેની અનુભૂતિ સ્વતઃ હોય છે.
જૈનદર્શને જીવની આ વૃત્તિ-પ્રવૃત્તિને સંજ્ઞા નામ આપ્યું છે. સંજ્ઞાના ઉપાદાન કારણરૂપ જીવે બાંધેલાં તે તે પ્રકારનાં કર્મોને માન્યાં છે. અર્થાત્ વેદનીય અને મોહનીયકર્મના ઉદયથી તથા જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી જુદા જુદા પ્રકારની જે જે ઇચ્છા થાય તે તે પ્રમાણે જીવ પ્રવૃત્તિ કરે તેનું નામ સંજ્ઞા. આ સંજ્ઞાઓ સર્વ પ્રાણીને અનુભવગમ્ય છે તેના સોળ પ્રકાર આ પ્રમાણે છે—
૧. આહાર સંજ્ઞા : ક્ષુધાવેદનીયના ઉદયથી આહારઅર્થે પુદ્ગલોને ગ્રહણ કરવાની ઇચ્છા તે આહારસંજ્ઞા.
૨.
ભય સંજ્ઞા : ભયમોહનીયના ઉદયથી ઉત્પન્ન થનાર ત્રાસ રૂપ પરિણામનો વિચાર તે ભયસંજ્ઞા.
Jain Education International
જૈનદર્શનમાં તત્ત્વનું સ્વરૂપ
૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org