________________
નવતત્વ પ્રકરણ
નવતત્વ પ્રકરણ :
જૈનાચાર્યોએ સાહિત્યનાં વિવિધ ક્ષેત્રો–ન્યાય, દર્શન, કાવ્યો, ચરિત્રો, વ્યાકરણ વગેરેમાં પોતાની ઉચ્ચ પ્રતિભાનો પ્રકાશ પાથર્યો છે અને ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું છે. તેમાં આગમગ્રંથોમાં આવતા વિવિધ પદાર્થોના સંદર્ભમાં રચનાની દૃષ્ટિએ જે મૌલિક રચના હોય તેને પ્રકરણસાહિત્ય કહેવાય છે. કેટલાક ગ્રંથોનાં નામ પછી પ્રકરણ શબ્દ આવે છે, કેટલાક ગ્રંથોનાં નામ પછી પ્રકરણ શબ્દ આવતો નથી. જેમ કે – (૧) તત્ત્વાર્થસૂત્ર, (૨) પ્રશમરતિ પ્રકરણ, (૩) બૃહદ્સંગ્રહણી, (૪) કર્મગ્રંથ વગેરે.
નવતત્ત્વ પ્રકરણ” જૈનદર્શનની રહસ્યમય અને સારભૂત એવી નવ બાબતોને રજૂ કરે છે. જે પ્રત્યેક અહિંસાપ્રેમી જિજ્ઞાસુ માટે આવશ્યક શેય છે અને તેને જાણવી અતિ આવશ્યક છે. નવ બાબતો તે જ નવતત્ત્વ. તેનાં નામો આ પ્રમાણે છે –
(૧) જીવતત્ત્વ, (૨) અજીવતત્ત્વ, (૩) પુણ્યતત્ત્વ, (૪) પાપતત્ત્વ, (૫) આશ્રવતત્ત્વ, (ક) સંવરતત્ત્વ, (૭) નિર્જરાતત્ત્વ, (૮) બંધતત્ત્વ, (૯) મોક્ષતત્ત્વ.
વિવિધ ગ્રંથકારોએ એક જ નામ હેઠળ સંખ્યાબંધ રચનાઓ કરી છે.
નવતરૂ પ્રકરણ
૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org