________________
બાલાવબોધકાર અને રચના સમય
પ્રસ્તુત બાલાવબોધકાર હર્ષવર્ધનગણિ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય સોમસુંદરસૂરિના શિષ્ય હતા, તેવી માહિતી બાલાવબોધના આદિશ્લોક, પ્રશસ્તિ અને પુષ્યિકાના આધારે જાણવા મળે છે. આદિ શ્લોક :
श्रीवीरं तीर्थपति, सूरिश्रीसोमसुंदरगुरुंश्च ।
श्रीमत्तपोगणेशान्, प्रणम्य विवृणोमि तत्वानि ।।१।। પ્રશસ્તિ :
तपागणे श्रीगुरुसोमसुंदर-क्रमाब्ज गो गणिहर्षवर्धनः ।
विचारसिंधौ नवतत्त्वसूत्रे बालावबोधं रचयांचकार ।।१।। પુષ્પિકા
श्रीचन्द्रगच्छमंडनबृहत् तपागणालंकार, श्रीदेवसुंदरसूरिपट्टालंकरण, युगोत्तमभट्टारकप्रभुगच्छाधिराजश्रीसोमसुंदर-शिष्य हर्षवर्धनगणिकृत:
नवतत्त्वस्य सद्धार्ता सार्ध सप्तदशीमिता ।
कृता बालावबोधार्थं हर्षवर्धनसाधुना । ग्रं. १७५०. તેથી પ્રસ્તુત બાલાવબોધના મંગલ શ્લોક, પ્રશસ્તિ અને પુષ્યિકાના આધારે નિષ્કર્ષ નીકળે છે કે હર્ષવર્ધનગણિના ગુરુ આચાર્ય સોમસુંદરસૂરિ હતા.
બાલાવબોધકાર અને રચના સમય
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org