Book Title: Navtattva Prakarana
Author(s): Vistirnashreeji
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 7
________________ સાથોસાથ મારા મનમાં એક ઇચ્છા એ પણ જાગી કે આ સંશોધન કાર્ય તે ડૉ. કુમારપાળભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ જ કરવું. બીજો વિચાર એ પણ આવ્યો કે કોઈ પ્રાચીન હસ્તલિખિત ગ્રંન્થને કેન્દ્રમાં રાખીને સંશોધન કરવું, જેથી એક પંથ દો કાજ' થાય. એકતરફ જૈનતત્ત્વજ્ઞાન અને સાહિત્યનો અભ્યાસ પણ થાય અને બીજી તરફ પ્રાચીન લિપિ અને હસ્તપ્રતિઓ વગેરે આપણાં તેજસ્વી પૂર્વજોએ આપેલા વારસાનું અવલોકન પણ થાય તથા કુશળ માર્ગદર્શક એવા શ્રી કુમારપાળભાઈ દેસાઈ સાહેબના બહોળા અનુભવનો લાભ પણ મેળવી શકાય. આવા ધ્યેય સાથે શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિરના હસ્તપ્રત વિભાગમાં ખોજ કરતાં “હર્ષવર્ધનગણિકૃત નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ' (વિક્રમની ૧૫મી સદી આસપાસ)ની પ્રત કે જે અપ્રકાશિત હતી તે પ્રાપ્ત થઈ અને શરૂ થઈ આ શોધપ્રબંધની યાત્રા ! પ્રસ્તુત “નવતત્ત્વપ્રકરણબાલાવબોધ'મેં શોધપ્રબંધ માટે એટલા માટે પસંદ કર્યો છે કે જીવનમાં જેટલી હવા-પાણીની આવશ્યકતા છે એટલી જ આવશ્યકતા નવતત્ત્વના પરિજ્ઞાનની છે. પામરમાંથી પરમાત્મા બનવા માટેની કળા નવતત્ત્વમાં ગુંથાયેલી છે. આ પ્રમાણે જિનેશ્વર પ્રરૂપિત આગમમાં ગુંથાયેલ નવતત્ત્વના અગાધ રહસ્યમાંથી યત્કિંચિત્ ઉદ્દઘાટિત કરવાનો મેં અલ્પમતિએ યત્ન કર્યો છે. “જેની વહાલપની વસંતમાં વિહરતા મેળવી આ “જિત', વિતરાગ શાસનની “છાયા'માં વામયી કૃપા અભિવર્ધિત, ચિંતામણી'ના અનુગ્રહથી વિદ્યા વ્યાસંગે બની પ્રમુદિત, ‘વિસ્તીર્ણ થજો વાણીનો પરિસ્પદ આશીષ યાચું થઈ વિનીત.” આ અધ્યયનમાં પાયાની ઇંટ સમાન મારા જન્મદાતા મમતાળુ માતુશ્રી રંજનબેન તથા સ્વ. પ્રેમાળ પિતાશ્રી મહાસુખલાલ નારણદાસ શાહ છે. જેમણે “સાદુ જીવન ઉચ્ચ વિચાર'ના ન્યાયે સંતાનોમાં સુસંસ્કારોનું સિંચન કર્યું. બાળપણમાં જ્ઞાન-વૈરાગ્યની જવલંત કથાઓ દ્વારા મારા જીવનને સંયમમાર્ગે વાળવામાં મારા સ્વ. નાનીમાં મરઘાબેન લલ્લુભાઈ ખંધારનો અનંત ઉપકાર છે. મારા આ કાર્યની સફળતા તેમના ઉપકાર અને સંસ્કારોની પ્રસાદી છે. મારા પર અસીમકૃપાની વર્ષા વરસાવી સંયમનું દાન આપનાર પૂ. ગુરૂભગવંતો તેમજ વાત્સલ્યવારિધિ પૂ. વેલબાઈ મહાસતીજી, બહુશ્રુતા સિદ્ધાંતપ્રેમી પૂ. માણેકબાઈ મહાસતીજી, શાસનરત્ના વિદુષી બા.બ્ર. પૂ. ઉજ્જવલકુમારીબાઈ મહાસતીજી અને તપસ્વીરત્ન, સેવાના ગુણથી સમાલંકૃત મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 348