________________
કહી શકાય, પરંતુ બાલાવબોધની પરંપરાને અનુસરતી કૃતિઓ ઈ. સ.ની ચૌદમી શતાબ્દીથી મળે છે. આગમગ્રંથો, ચરિત્રો, પંચતંત્ર જેવી લોકપ્રિય કૃતિઓ બાલાવબોધની રચના કરવામાં ઉપયોગી નીવડી છે
આચારપ્રધાન ષડાવશ્યક, યોગશાસ્ત્ર વગેરેના બાલાવબોધ છે. ઉપદેશમાલા, શીલોપદેશમાલા, ભવભાવના
ઔપદેશિક કથાપ્રધાન
વગેરેના બાલાવબોધો છે.
બાલાવબોધની રચનામાં તરુણપ્રભાચાર્ય, સોમસુંદરસૂરિ, હેમહંસણ, માણિક્યસુંદર, મેરુસુંદરગણિ, હર્ષવર્ધનગણિ વગેરે અનેક આચાર્યાદિ મુનિરાજોએ મહત્ત્વનું પ્રદાન કરેલ છે.
આચારપ્રધાન, કથાપ્રધાન, તત્ત્વજ્ઞાનવિષયક ગ્રંથો પર સંખ્યાબંધ બાલાવબોધો રચાયા છે.
આચારની બાબતોનું વર્ણન આરાધનાપતાકા બાલાવબોધમાં પણ જોવા
મળે છે.
અવશ્ય કરવા યોગ્ય ક્રિયાઓનું વર્ણન ષડાવશ્યક બાલાવબોધમાં કરેલ
છે.
અહિંસા, સત્ય, દાન, દયા, તપ, શીલ વગેરે બાબતોનું વર્ણન શીલોપદેશમાલા, ઉપદેશમાલા બાલાવબોધમાં છે.
કર્મબંધનાં કારણો, ભેદો, બંધ, ઉદય, ઉદીરણા વગેરેનું જ્ઞાન ષષ્ટિશતક બાલાવબોધમાં જોવા મળે છે.
જૈન ધર્મનું પાયાનું મૌલિક જ્ઞાન, જીવ-અજીવની જાણકારી, પુણ્યપાપનાં કારણો, કર્મપ્રવાહનું આવવું, આવતા પ્રવાહને કેવી રીતે રોકવો, તપ દ્વારા કર્મનાશ, કર્મનો બંધ અને તેનાં કારણો, જીવનું શુદ્ધ સ્વરૂપ વગેરેનું વિસ્તૃત વર્ણન ‘નવતત્ત્વપ્રકરણ' બાલાવબોધમાં આવે છે.
ગતિ
લોક-અલોકના વિભાગ, યુગોનાં પરિવર્તન, સૂર્ય-ચંદ્ર આદિની વગેરે ગણિતવિષયક બાબતોનું વર્ણન ક્ષેત્રસમાસ, સંગ્રહણી, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ જેવા બાલાવબોધમાં જોવા મળે છે.
આમ બાલાવબોધસાહિત્યનો વિષય કથા ઉપરાંત આચાર, કર્મ, તત્ત્વજ્ઞાન, ગણિત, ન્યાય અને દર્શન વગેરે પણ છે.
બાલાવબોધમાં કેટલીક વાર મૂળ ગ્રંથનું ભાષાંતર હોય છે, તો કેટલીક વાર શબ્દાર્થ, શબ્દનિષ્પત્તિ, પદાર્થવિવરણ અને દૃષ્ટાંતો દ્વારા ગ્રંથનો વિસ્તાર કરેલો પણ જોવા મળે છે.
Jain Education International
નવતત્ત્વ પ્રકરણ બાલાવબોધ
૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org