Book Title: Navtattva Prakarana Author(s): Vistirnashreeji Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 8
________________ વડિલ માસીસ્વામી પૂ. છાયાબાઈ મહાસતીજી આદિ ગુરૂણીવ પ્રતિ હું શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. મારા સંયમ સંરક્ષિકા અને મારી ઉન્નતિ માટે સતત પ્રયત્ન કરનાર માસીસ્વામી બા.બ્ર. પૂ. ચિંતામણીજી મહાસતીજી તથા મારી પ્રત્યેક પ્રવૃત્તિમાં જેમનું સતત સાનિધ્ય, પ્રેરણા અને અમૂલ્ય યોગદાન મળી રહ્યું છે તેવાં મારા વડિલ ભગિની બા. બ્ર. જિતપૂર્ણાજીની હું આજીવન ઋણી રહીશ. મારા આ મહાનિબંધમાં વિષયની પસંદગીમાં, લેખનકાર્યમાં જેમનું મને સતત માર્ગદર્શન મળ્યું છે તે મારાં માર્ગદર્શક શિક્ષક ડૉ. કુમારપાળભાઈ દેસાઈની હું ખૂબ ખૂબ આભારી છું. આ કાર્યમાં શ્રી હરિવલ્લભભાઈ ભાયાણી, શ્રી લક્ષ્મણભાઈ ભોજક જેવા વિદ્વાનોના સમયે સમયે સૂચનો પ્રાપ્ત થતા એનો આનંદ વ્યક્ત કરું છું. પ્રાધ્યાપિકા સ્વ. નીલા શાહે સાહિત્યક્ષેત્રમાં મારી રુચિ જગાડી હતી તેમનું સ્મરણ કરું છું. આ કાર્યમાં દામિનીબહેન દેસાઈએ નિસ્પૃહભાવે મને તમામ પ્રકારની સુવિધા કરી આપી મારા કાર્યને વેગ આપ્યો એમને હું કઈ રીતે ભૂલી શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર - અમદાવાદ, આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડાર - કોબા, ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી, ભોળાભાઈ જેસીંગભાઈ વિદ્યાભવન અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના કાર્યકર્તાઓએ આપેલી હસ્તપ્રતોની સુવિધા તેમજ પુસ્તક પ્રાપ્તિની સવલત માટે આભારની લાગણી વ્યક્ત કરું છું...... !!! આ મહાનિબંધને પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં સમાજરત્ન ઉદારદિલ શ્રી નવીનભાઈ શાહે પ્રારંભથી અંત સુધી તન, મન, ધનથી સહયોગ આપી કાર્યને પૂર્ણતાના આરે પહોંચાડ્યું છે તેમજ શ્રી કાંતિલાલ વ્રજલાલ ખંધાર પરિવારે ઉદારતા દાખવી જ્ઞાનદાનનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત મારા આ કાર્યમાં મને પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે મદદરૂપ થનાર નામી અનામી સર્વે પ્રતિ આભાર વ્યક્ત કરું છું. અંતમાં પ્રસ્તુત મહાનિબંધમાં મારી અલ્પમતિ તથા છપસ્થતાના કારણે જિનાજ્ઞાથી વિરુદ્ધ કંઈ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં. તા.૪-૫-૨૦૦૩ સાધ્વી વિસ્તીર્ણાજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 348