Book Title: Navtattva Prakarana Author(s): Vistirnashreeji Publisher: Jaybhikkhu Sahitya Trust View full book textPage 6
________________ પિપાસા અમૃતપાનની ભારતીય સંસ્કૃતિમાં જૈનદર્શન તેમજ આધ્યાત્મ સાધનાનું સર્વોપરિ અને અનુપમસ્થાન રહેલું છે. આધ્યાત્મિક સાધનાનું ચરમલક્ષ્ય છે કર્મબંધથી મુક્તિ ! આત્માનુભૂતિનો આસ્વાદ ! અને એજ માનવીયજીવનની નિષ્પત્તિ છે. આજના તનાવગ્રસ્ત માનવની સુખ અને શાંતિ પ્રાપ્ત કરવાની ચૈતસિકવૃત્તિ તેને વિજ્ઞાન જગતમાં હરણફાળ ભરાવી રહી છે. આ વૈજ્ઞાનિક યુગમાં યંત્ર સત્તાની ધૂલશક્તિ દ્વારા માણસે અનેક યાંત્રિક સિદ્ધિઓ મેળવી છે. માણસ ભૌતિકસ્પર્ધામાં વિદ્યુતવેગે દોડી રહ્યો છે. વિજ્ઞાને ધરતીના પેટાળ ભેદી ખનિજસંપત્તિ બક્ષી, અગાધ સાગરનાં ઊંડાણ માપી અમૂલ્ય-અલભ્ય વસ્તુ સહજ બનાવી, અવકાશયાનના નિર્માણથી આકાશનાં અંતર અલ્પ કર્યો, અવકાશમાં વસવાટ કરવા અવકાશી રહસ્યો ઉકેલ્યાં અને અગણિત ભૌતિક ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી, પરંતુ આધ્યાત્મિક જગત અને નૈતિક જીવનનું અવમૂલ્યન વૃદ્ધિ પામતું રહ્યું છે. વિજ્ઞાનના ચક્રવાતી વાયુથી તત્ત્વજ્ઞાનનો દીપક પ્રાય: બુઝાઈ ગયો છે, ત્યારે આત્મશક્તિને ઉજાગર કરવા તેમજ આત્મશાંતિ માટે જરૂરી છે તત્ત્વજ્ઞાનનો આલોક ! મનુષ્ય શરીરમાં જેવું મહત્ત્વ મસ્તકનું છે, વૃક્ષમાં જેટલું મહત્ત્વ મૂળનું છે તેવું જ મહત્ત્વ જીવનમાં તત્ત્વજ્ઞાનનું છે. બાલ્યવયમાં મારું વિઘઉપાર્જન સુષુપ્ત અને અલ્પ રહ્યું પરંતુ સંયમજીવન સ્વીકાર્યા બાદ ગુરૂણીશ્રીઓની અમીદષ્ટિ, મારાં બંને માસીસ્વામીના આત્મિક સિંચને અને મારી અગ્રજા ભગિનીનાં સહવાસે જ્ઞાનોપાર્જનની રુચિ તીવ્રતર બનતી ગઈ. ઈ. સ. ૧૯૮૯ના ડિસેમ્બર માસની એક નમણી સાંજે મારાં અગ્રજા ભગિની જિતપૂર્ણાજીએ મારી જ્ઞાનપિપાસાને ઢંઢોળીને તીવ્રતમ બનાવી અને પ્રારંભ થયો આ જ્ઞાનયજ્ઞનો ! કોઈ અગમ્ય સરણા અને વાત્સલ્યપૂર્ણ આશીર્વાદના સંબલ સાથે એમ.પી. આર્ટ્સ કૉલેજમાં પ્રવેશ મેળવી ગુજરાતી સાહિત્યમાં બી.એ. તથા એમ.એ. કર્યું. ત્યારબાદ ફરી એકવાર મન મૂંઝવણમાં સરી પડ્યું કે હવે પીએચ.ડી. માટે વિષયની પસંદગી કેમ કરવી ? જૈનદર્શનના મૂર્ધન્ય મનિષીઓ શ્રી દલસુખભાઈ માલવણિયા, ડૉ. કુમારપાળભાઈ દેસાઈ વગેરેની સાથે વિચારવિમર્શ કરતાં નિર્ણય લેવાયો કે કોઈ આધ્યાત્મિક વિષય કે તત્ત્વજ્ઞાનનાં વિષય ઉપર સંશોધન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 348