________________
સૌથી પહેલી જયપુરી જુદી પડી. ત્યારબાદ પંદરમી સદીમાં જ ગુજરાતી, મારવાડી, માળવી વગેરે ભાષા પણ અલગ પડે છે અને ત્યારથી આજના ગુજરાતની ગુજરાતી ભાષા વિકસવા લાગે છે.
ત્રીજો યુગ ઃ સત્તરમા શતકના ઉત્તરાર્ધથી આજ સુધીની ભાષાનો કાળ અર્વાચીન ગુજરાતી ભાષાયુગ.
સત્તરમી સદીના ઉત્તરાર્ધથી અર્થાતુ પ્રેમાનંદના સમયથી ગુજરાતી ભાષાનો ઢાંચો બંધાયો, તેનું સ્વરૂપ નિશ્ચિત થયું, તેનાં અંગરૂપો, ધ્વનિપરિવર્તનો અને રૂપાંત્રોનું સ્વરૂપબંધારણ થયું અને તે સ્થિર બન્યાં. ત્યાર પછી ઉચ્ચારણ, વ્યાકરણ જેવી બાબતમાં કોઈ મૂલગત ફેરફાર કે ઉમેરો થયો નથી. પછીના સમયમાં અંગ્રેજી ભાષાના સંપર્કને કારણે ગુજરાતી ભાષાના શબ્દભંડોળમાં વૃદ્ધિ થઈ. અનુક્રમે ગુજરાતી ભાષાની નર્મદ, ગોવર્ધનરામ, નાનાલાલ, બળવંતરાય જેવા સાક્ષરવર્યોના હાથે ગૂઢ શક્તિઓ આવિર્ભાવ પામી.
ટૂંકમાં, ગુજરાતી ભાષાના વિકાસની ક્રમબદ્ધ ભૂમિકા તેમજ તે તે સમયમાં સર્જાયેલ સાહિત્યના પ્રકારો જોતાં ગુજરાતી ભાષાના ક્રમિક વિકાસને સારી રીતે સમજી શકાય છે. ગુજરાતી સાહિત્યની પ્રાથમિક ભૂમિકાઓ સમજવા માટે અપભ્રંશ સાહિત્યને સમજ્યા સિવાય પ્રાચીન ગુજરાતી સાહિત્યનું મૂલ્યાંકન કરવું દુષ્કર છે. અપભ્રંશમાંથી ગુજરાતી ભાષામાં પરિવર્તનની પ્રક્રિયા જોતાં અપભ્રંશ સાહિત્ય અને જૂના ગુજરાતી સાહિત્યને બિંબ-પ્રતિબિંબ જેવો સંબંધ છે એમ કહી શકાય.
અપભ્રંશોત્તર ભૂમિકાનાં લક્ષણોવાળી પ્રાચીન ગુર્જર ભાષામાં બારમીતેરમી સદીમાં રચાયેલ સાહિત્યકૃતિઓ જોવા મળે છે; જેમ કે –
વજસેન કૃત (ઈ. સ. ૧૧૯૯ આશરે) “ભરતેશ્વર-બાહુબલિઘોર શાલિભદ્રકૃત (ઈ. સ. ૧૧૮૫) ભરતેશ્વર-બાહુબલિ રાસ.' ધર્મકૃત (ઈ. સ. ૧૨૧૦) “જંબુસામિ ચરિય.”
આ કૃતિઓ જોતાં ખ્યાલ આવે છે કે પ્રાચીન ગુજરાતી ભાષા બારમી સદીના ઉત્તરાર્ધમાં તો સાહિત્યભાષા તરીકે અપનાવાઈ ચૂકી હતી.
ત્યારબાદ સાહિત્યના એક વિસ્તૃત સમયપટનો આવિર્ભાવ થયો તેનું નામ મધ્યકાલીન સાહિત્ય. તેનો અંતિમ છેડો છેક દયારામ સુધી વિસ્તર્યો. મધ્યકાળમાં ગુજરાતની પ્રજાના જીવનરસને ટકાવવા તેમજ પ્રજાના મનને
મધ્યકાલીન સાહિત્યનો પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org