Book Title: Navtattva Prakarana
Author(s): Vistirnashreeji
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 10
________________ વિશેષ માહિતી મળતી નથી. તેમ છતાં પ્રાપ્ય સામગ્રીના આધારે તેઓ આચાર્યશ્રી સોમસુંદરસૂરિના શિષ્ય હોવાનું તારવ્યું છે. જેનતત્ત્વજ્ઞાન અને એમાંય એના હાર્દરૂપ નવતત્ત્વનું સંપૂર્ણ નિરૂપણ અહીં આપ્યું છે. મધ્યકાલીન ગુજરાતી ગદ્ય પર અંગ્રેજી કે અન્ય ભાષાની છાયા નથી. આથી એના બાલાવબોધ તથા તેના શબ્દોનો અર્થ આપીને પૂ. મહાસતીજીએ ગુજરાતી ગદ્યની એક પ્રકારે સેવા કરી છે. વળી બાલાવબોધમાં આવતા પારિભાષિક શબ્દો આપવાની સાથોસાથ એક મહત્ત્વની બાબત તે બાલાવબોધનો શબ્દકોશ છે. આ શબ્દકોશ અત્યંત મૂલ્યવાન ગણાય. બાલાવબોધમાં આવતી ગાથાઓ, ઉધ્ધરણો તેમજ નવતત્ત્વ વિષયક હસ્તલિખિત પ્રગટ સાહિત્યની સૂચિ – આ બધું આપીને એક વિષયનું તેઓશ્રીએ સંપૂર્ણતયા સંશોધન કર્યું છે. પૂ. મહાસતીજીનો આ શોધનિબંધ જરૂરી સુધારા-વધારા સાથે ગ્રંથરૂપે પ્રગટ થાય છે તે આનંદની વાત છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધનમાં આ ગ્રંથ મહત્ત્વના ઉમેરારૂપ બનશે અને આશા રાખું છું કે પૂ. મહાસતીજી દ્વારા આવાં વધુને વધુ સંપાદનો મળતા રહે, જે ધર્મતત્ત્વ જિજ્ઞાસુ અને સાહિત્યપિપાસુઓ બંનેને ઉપયોગી બનશે. ૧૨-૫-૨૦૦૩ - કુમારપાળ દેસાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 348