Book Title: Navangi Vruttikar Abhaydevsuri Author(s): Bechardas Jivraj Doshi Publisher: Vadilal M Parekh View full book textPage 7
________________ ઉપલબ્ધ છે, ક્યાંય કયાંય આગમોના અર્થ વિષે મતભેદ પણ પ્રવતે છે, આગામે બાબત દુ:સંપ્રદાય પ્રવર્તી રહ્યો છે, એટલે જે પરંપરા ઉપલબ્ધ છે તે પ્રામાણ્ય પ્રાપ્ત નથી, પોથીઓ લખવામાં બેકાળજીપણાને લીધે આગમે ખિલ–ખંડિત થઈ ગયા છે, ઉપલબ્ધ લિખિત પુસ્તક વિગુણ છે, આગમોનાં કૂટ પુસ્તકોને પ્રચાર થઈ રહ્યો છે, વાચનાના ભેદે અપાર છે, આવા આવા હેતુને લીધે આગામે મહાદુર્બોધ બની ગયા છે. જે જ્ઞાન ઉપર સંયમ સદાચાર ત્યાગ બ્રહ્મચર્ય વગેરે સાધુએની ચર્યાને મૂળ આધાર છે તે જ્ઞાન મૂળ આગમાં જ ઉપલબ્ધ છે એથી જે આગામે પોતે જ વ્યવસ્થિત વાચનાવાળા અને વ્યવસ્થિત પાઠવાળા ન હોય તે પછી મુનિને સંયમધમ શેના આધારે ટકે? આ બધી પરિસ્થિતિને જોઈ–સમજી આગમની તરફ અસાધારણ ભક્તિ ધરાવનાર સમ્યક્ જ્ઞાન દર્શન અને ચારિત્રના આરાધક એવા શ્રીઅભયદેવસૂરિને તેમના ઉપર વૃત્તિ લખવાની પ્રેરણા થઈ આવે એ સહજ હતું એટલું જ નહીં પણ પિતે આદરેલી વૃત્તિએ લખવાની પ્રવૃત્તિ ઉપરના અનુચિત આક્ષેપોને પણ તેઓએ સામને કરેલ અને તેમની સામે ઊભી થયેલી વિદનપરંપરાને પહોંચી વળવા સુધાં તૈયારી દાખવેલી. પ્રભાવકચરિત્રકાર તેમના વિશે લખતાં કહે છે કે આચાર્ય અભયદેવના શરીરમાં થયેલ રક્તવિકારને વ્યાધિ જોઈને તેમના સમયના લેકે એટલે સાધુઓ વા ગૃહસ્થ એમ કહેવા લાગેલા કે આચાર્યો અંગે ઉપર લખેલી વૃત્તિઓમાં ઉત્રપ્રરૂપણ આવી જવાને લીધે તેમને શિક્ષાંરૂપે કેટ જે ભયંકર વ્યાધિ ન થાય એમ કેમ બને ? એ રીતે તે સમયના આચારહીન જડ લેકએ ૩ જુઓ પ્રભાવચરિત્ર-ઓગણીશમે શ્રીઅભયદેવસૂરિચરિતપ્રબંધ પ્લે ૧૩૦, જુઓ ટિપ્પણ ૧૪ મું. તથા ૦ ૧૩૧- - " अमर्षणजनास्तत्र प्रोचुरुत्सूत्रदेशनात् । कृत्तिकारस्य कुष्ठोऽभूत् कुपितैः शासनामरैः ।। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36