Book Title: Navangi Vruttikar Abhaydevsuri
Author(s): Bechardas Jivraj Doshi
Publisher: Vadilal M Parekh

View full book text
Previous | Next

Page 24
________________ માં એક નવું બુદ્ધિસાગર નામનું વ્યાકરણ રહ્યું છે તે સંભવ છે કે કદાચ આ અરસામાં હેય. એથી એમ કલ્પના કરવી અસ્થાને નથી કે બુદ્ધિસાગરસૂરિ પાટણ છેડી જાલેર તરફ જઈ ત્યાં રહ્યા હોય અને જિનેશ્વરસૂરિએ પાટણથી વિહાર કરી ધારાનગરી તરફ પ્રયાણ કર્યું હોય. એ સમયે રાજા ભેજને લીધે વિશેષ પ્રસિદ્ધિ પામેલી ધારા નગરીમાં મહીધર નામે મોટા શેઠ રહે, તેમનાં પત્નીનું નામ ધનદેવી. તેમને અભયકુમાર નામે એક પુત્ર પ્રભાવકચરિત્રકારે મહીધરને શેઠ” કહ્યા છે એથી સંભવ છે કે તેઓ જાતે વાણિયા હેય. જ્યારે જિનેશ્વરસૂરિ ધારા પહોંચી ત્યાં ચોમાસુ કરવાની વૃત્તિથી સ્થિર થયા ત્યારે તેમણે ધારાની જનતાને જૈનધર્મને ઉપદેશ આપવા વ્યાખ્યાન દેવાં શરૂ કર્યા. સમગ્ર જનતા સાથે અભયકુમાર પણ તેમના વ્યાખ્યાનમાં નિયમિત આવવા લાગ્યું. તે એ વ્યાખ્યાનેને નિયમિત સાંભળી મનન પણ કરતે રહેતે તેથી તેને તેમનાં વ્યાખ્યાનની સારી એવી સમજ પડતી. આ વખતે અભયકુમારનું વય લગભગ સોળ વરસ હઈ તે વ્યાખ્યાનમાં સાંભળવામાં આવતું જગતનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કષાયવૃત્તિનાં દુષ્પરિણામ, કેવળ સ્વાર્થ સાધનની વૃત્તિથી ઉત્પન્ન થતી વિષમતા, હિંસા અસત્ય વગેરેની અનિષ્ટતા એ બધું બરાબર સમજે અને તેથી તેના ચિત્તમાં સંસારની સ્વાર્થ સાધુવૃત્તિને તજી દઈ સ્વ અને પરના કલયાણના નિમિત્તરૂપ સંવેગ પક્ષની દીક્ષા લેવાને વિચાર સ્ફર્યો. જ્યારે એ વિચાર બરાબર પાકી ગયું અને તેના ચિત્તમાં વિશેષ દૃઢતાથી સ્થિર થઈ ગયે ત્યારે તેણે એ વિશે પિતાનાં માતાપિતાની સંમતિ મેળવી શ્રીજિનેશ્વરસૂરિ પાસે જેન દીક્ષા સવીકારવાને પોતાને દઢ સંકલ્પ જાહેર કર્યો. આચાર્યું પણ તેના સંક૯૫ની નિશ્ચલતા, તેની યેગ્યતા, ઉત્સાહ વગેરે જોઈ તપાસી તેની બરાબર પરખ કરી તેને દીક્ષા આપી તેનું નામ અભયદેવમુનિ ૬ જુઓ બુદ્ધિસાગરવ્યાકરણની પ્રશસ્તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36