________________
રાખ્યું. અભય તે કેવળ પિતાના આત્મકલ્યાણની દૃષ્ટિએ જ મુનિમાર્ગને આશરે આવેલું હતું. તેથી ઉગ્ર સંયમ ઉગ્ર તપ દ્વારા કઠેર એવી આત્મશુદ્ધિની સાધનામાં મંડી પડયો. અને સાથે તેણે જૈન પરંપરાનાં અને બીજી બીજી વેદાદિ પરંપરાનાં સમગ્ર શાસ્ત્રોને અભ્યાસ પણ શરૂ કરી દીધે. સેળ વરસની વયે દીક્ષા પામેલા આ અભયમુનિ અહીં કપેલા સં. ૧૧૧૪ સુધીના વખતમાં તો સ્વપર શાસ્ત્રના અસાધારણ પારગામી થયા. આ પછી ગુરુએ તેમને આચાર્યપદ આપ્યું તેથી હવે તેઓ અભયદેવસૂરિને સુવિહિત નામે ખ્યાત થયા.
તેમણે પિતાની નજરોનજર આગની દુર્દશા જોઈ હતી અને શુદ્ધાચાર તથા શુદ્ધ કિયામાર્ગને ભારે હાસ થયેલે જે હતે. શાસ્ત્રોની શુદ્ધ વ્યાખ્યા વિના શુદ્ધાચાર શુદ્ધક્રિયાને પ્રચાર અશકય હતું તેથી ૧૧૧૪ પછી વૃત્તિઓને રચવા માટે પિતાની શારીરિક અને માનસિક તૈયારી કરી અને તે માટેની બીજી બધી બાહ્યા સાધન સામગ્રી એકઠી કરી ૧૧૨૦ની સાલથી અંગસૂત્રે ઉપર વૃત્તિઓ લખવાને ભાર ઉપાડી લઈ તે પ્રવૃત્તિ ઝપાટાબંધ તેમણે પાટણમાં રહી શરૂ કરી દીધી.
તે વખતે પાટણમાં વિરાજતા અને આગમની પરંપરા આમ્નાય સંપ્રદાયના જાણકાર મહાનુભાવ મધ્યસ્થ વૃત્તિવાળા ચૈત્યવાસી શ્રીદ્રોણાચાર્યની સહાય તેમને પોતે આરંભેલી પ્રવૃત્તિમાં પાટણમાં મળે એમ હતું. એ સિવાય પોતાની સંવેગી પરંપરામાં કે એવા આગમવિદે ન હતા જેથી તેઓ તેમની મદદ પિતાની પ્રવૃત્તિમાં મેળવી શકે અને વળી સંવેગી પરંપરાના આચાર્યોએ શ્રીદ્રોણાચાર્યની બહુશ્રુતતા અને પ્રામાણિકતા સ્વીકારેલી હતી તેથી તેઓએ આ કામ પાટણમાં જ ઉપાડ્યું તથા શરૂ કરેલી પ્રવૃત્તિ નિર્વિદને પૂરી થાય તે હેતુથી તેઓએ આકરું આયંબિલનું તપ પણ સાથે સાથે શરૂ રાખ્યું.
તેમણે સૌથી પહેલાં સ્થાનાંગસૂત્રની વૃત્તિ સંવત ૧૧૨૦માં પાટણમાં રહીને પૂરી કરી અને સંવત ૧૧૨૮માં ભગવતીસૂત્રની
[ ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com