Book Title: Navangi Vruttikar Abhaydevsuri
Author(s): Bechardas Jivraj Doshi
Publisher: Vadilal M Parekh

View full book text
Previous | Next

Page 34
________________ કંઈ ધન હાય તેમાંથી ઘેાડુ' ધણુ' પણ આ રસ્તે ખરચી મારા આત્માને સદૃસ્તે વાળવા પ્રયત્ન કરવા તેવા વિચારા મારા મનમાં સતત ચાલતા હતા, તેવામાં સ્વ. ભાઈશ્રી ચીમનભાઈ એ શ્રી. નવપદજીની આયખીલની ઓળી કરાવી અને ધણા પ્રભાવક આચાર્યો અને સાધુ મુનિરાજો અત્રે કપડવણજ આવી તે સમયે કપડવણજ શોભાવ્યું. એ વખતે મને સાધુએ પાસેના પુસ્તક સંગ્રહ માટેની જરૂરીઆત અને જરૂરીઆતના લીધે સંગ્રહ, સંગ્રહના લીધે માવજત અને છેલ્લે તેને સહીસલામત અને વખતસર ઉપયેાગી બની શકે તેવી રીતે રાખી મૂકવાની જોગવાઈ, એની પણ મટી આવશ્યકતા છે તેમ મને લાગ્યું, રાતે તે જ વિચારે મને એક જ્ઞાનદિરની જરૂરીઆત છે તેમ સમજાયું. આથી મે પાઠશાળા અને જ્ઞાનમ ંદિર માટે સાથે જોગવાઈ કરવી તે નક્કી કર્યુ”, અને મે તેને માટે રકમ જુદી મૂકવા નિર્ણય કરી ટ્રસ્ટ બનાવ્યું. રકમ ઘણી ઓછી હાવાથી જમીન અને મકાન બેઉની જોગવાઈ માટે પૂરતી તેા ન હતી, એટલે જમીન સસ્તે મેળવવા વખત કાઢવા પડયોઃ પણ તે દરમિયાન કેટલીક રકમનુ વ્યાજ સારા જેવું તેમાંથી મળ્યું. આ જમીન ૯૯ વરસના પટેથી મળતાં અને બધી મળી પચાસ હજારની રકમ ખચી શકાય તેમ છે તેમ માલુમ પડવાથી, મકાનનું કામ શરૂ કરી દીધું. મને જરૂર કાઈ શાસનદેવતાની સહાય હાવી જોઈ એ, તેમ હુ ંમેશાં લાગ્યા કરે છે. નહિ તો આ જ્ઞાનમંદિર માટે પમ મહાજ્ઞાની અને નવાંગીના ટીકાકાર ૧૦૦૮ શ્રી અભયદેવસૂરીશ્વરજીનુ નામ રાખવાનુ મને કયાંથી સૂઝે ? બીજા કાઈ ને પૂછીને કે ખીજા કાઈના કહેવાથી મેં નામ રાખ્યું નથી. મને શંકા એટલા જ માટે થાય છે કે મે કંઈ તેમના માટે વાંચ્યું નથી કે સાંભળ્યું પણ નથી માત્ર અમારા કપડવણજમાં તેમણે પાછ્યા દિવસે ગાળી અત્રે જ કાળધર્મ પામ્યા, તે તેમનાં પગલાં હાવાથી જાણતા હતા. મને શ્રદ્ધા છે કે જે શાસનદેવે મને આવી સહાય કરી છે તેજ તુવે પછી પણ મને આ મકાનને “ જ્ઞાનની પર્મ ” કે જે મારી મોટામાં મેટી અભિલાષા છે તે બનાવી દેવામાં સહાય કરશે જ અને અનેકાને તેમના પૈસાને વ્યય આ તરફ વાળવા પ્રેરણા આપશે. કપડવણજ ૨] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat લી. સધસેવક. વા. મ. પારેખ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36