________________
પ્રકાશકનું નિવેદન
મારી અભિલાષા
મારામાં રહેલી અનેક ત્રુટીઓને અને તેને હઠાવવા જોઈતા યોગ્ય પુરુષાર્થની જ્યારથી મને મારામાં હરેક પળે ખામી દેખાવા લાગી ત્યારથી જેમ ઘોડાને કાબૂમાં રાખવા માટે એક લગામની અને એક ચાબૂકની જરૂર છે તેમ મારા બિનકાબુ મનને (અને તેના વડે કરી આત્માને) આમતેમ રવડી જતું બંધ કરવા કોઈ પણ ઉપાય જવો જોઈએ. તેમ લાગતું હતું, જેથી આમ થવાનાં કારણે શેધી તેની દવા કરવાની કંઈ સૂઝ પડે. આત્માને શું શું આવરણે લાગેલાં છે, કેવા પ્રમાણમાં તેને રંગ આત્મા ઉપર લગાડેલો છે, તે બધું જાણ્યા વિના એટલે કે શત્રુને અને તેના સ્વરૂપને ઓળખ્યા વિના આવા જબરજસ્ત આત્મશત્રુ ઉપર લગામ કેમ ચઢાવવી તે વિચાર હરહમેશ રહ્યાં કરતે. જવાબ એક જ મળતા કે જ્ઞાન કરવા આ બાબત તારે ઊંડા ઊતરવું જોઈએ.
વ્યવસાયમાં લાગેલે હું ઊંમરે પાકટ થતે જ, ક્યારે કાળ ભરખી જશે તેની ખબર નથી, એવી જરાતરા લાગણું થવાથી હું જરા ચેત્યે અને તેના હિસાબે મને કર્મગ્રન્થ ભણવાની અભિલાષા થઈ અને આસ્તે આતે એક સારી અને ધર્મના અંદરના મર્મ સમજાવી શકે તેવી પાઠશાળાની જોગવાઈની જરૂર લાગી.
આજકાલ ભણતર, મર્મ વિનાસમજે, માત્ર મેટે ભાગે પોપટીઆ જ્ઞાનરૂષ અપાયું જાય છે. આમાં સુધારો કરવાનો અને થવાનો ઘણે અવકાશ છે. પણ વ્યવસ્થા અને તેને માટે જોઈતાં નાણાંની તંગી અને વિશેષમાં મોટે ભાગે આવા સંસારી માયાથી વિહોણા બનાવે તેવા જ્ઞાનની અંદર ન છૂટકે પૈસા આપવાની લાગણી હેવાથી પાઠશાળાઓ ઘણી પાંગળી ચાલે છે. | મારા ગામમાં આવેલી એક પાઠશાળા જે શેઠ મણિભાઈ સામળભાઈના નામથી ચાલે છે, તેને જે પગભર કરવામાં આવે અને તેને સ્થાયી બેસવા માટે મકાનની પણ જોગવાઈ કરવામાં આવે તે આ દિશામાં કંઈ સક્રિય પગલું ભરાય અને તેમ થાય તે મારા ઉપર લગામ લગાવવાની જોગવાઈ થઈ કહેવાય અને લગામ આવતાં મનને આજુબાજુથી ખેંચી થોડા ઘણા પ્રમાણમાં પણ આ બાજુ વાળે અને ઉંમરે પહોચેલે અને શરીરથી થાકી ગયેલે મારે જીવ આ તરફ સહેજે વળી શકે, તે વિચારથી મારી પાસે જે
[૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com