________________
વખતથી ઠેઠ ચા આવે છે એ વાત રાજાને કાને નાખો, અને પોતાના પૂર્વજ પિતાપિતામહના શાસન પ્રમાણે રાજાએ આ બન્ને મુનિઓને પાટણમાંથી બહાર નીકળી જવાની ફરજ પાડવી જઈ એ એમ પણ સૂચવ્યું.
આ બધું સાંભળીને કચેરીમાં બેઠેલા પરેહિતે રાજાને કહ્યું કે આ બન્ને સંતે ગુણવાન છે અને તેમના ગુણેથી આકર્ષાઈને મેં તેમને મારા ઘરની ચંદ્રશાળામાં ઉતાર્યા છે, તે હે મહારાજા ! તમારા રાજ્યમાં આવા સરળ પ્રકૃતિના ગુણી જને પણ શું નહીં રહી શકે?
પુરહિતનું વચન સાંભળી રાજાએ અત્યવાસી આચાર્યોને કહ્યું કે મારે મારા વડીલેનું વચન કબૂલ છે. અને સાથે કઈ પણ ગુણી જન મુનિ વેરાગી કે પંડિત હોય તે કેવળ ગુણની દૃષ્ટિએ પાટણમાં જરૂર રહી શકે એ માટે તમારે વાંધે કાઢ અસ્થાને છે.
આથી આચાર્યો પિતપતાના મઠમાં પાછા ફર્યા અને રાજાએ આ બન્ને મુનિઓના રહેઠાણ માટે થોડી જમીન પણ કાઢી દીધી એથી તે જમીન ઉપર રાજપુરેહિત સેમેશ્વરે તે સાધુઓને રહેવા લાયક વસતિ પણ બાંધી આપી.
આ વખતથી સાધુઓને સારુ ખાસ જુદી જુદી વસતિઓ બંધાવા લાગી અને ચૈત્યવાસને કેરે મૂકનારા, શુદ્ધ કિયાના આરાધક મુનિએય હવે તે નવી બંધાવેલી વસતિમાં રહેવા લાગ્યા. આમ, સંવેગી મુનિઓએ હવે ચિત્યવાસને બદલે વસતિવાસના ખુલ્લા રિવાજને સ્વીકાર કર્યો. હવે તેઓ ટેળે મળીને પાટણમાં આવવા લાગ્યા અને શુદ્ધ કિયાની આરાધના પૂર્વકના વસતિવાસને પ્રચારમાર્ગ આમ ખુલે પણ થઈ ગયો.
પિતાના ગુરુ શ્રીવર્ધમાનસૂરિએ જે ફરજ પોતાને માથે નાખી હતી તેને બરાબર અદા કરીને હવે શ્રીજિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણ છેડી બીજે સ્થાને જવાનું વિચારવા લાગ્યા. શ્રીબુદ્ધિસાગરસૂરિએ જાબાલિપુરમાં એટલે જાહેરમાં રહીને ૧૧૮૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com