Book Title: Navangi Vruttikar Abhaydevsuri
Author(s): Bechardas Jivraj Doshi
Publisher: Vadilal M Parekh

View full book text
Previous | Next

Page 13
________________ ૪.- પછી ત્રણેક વરસ રેગના ઉપશમનને સમય અને પછીનાં બે વરસ વૃત્તિઓ રચવાની પૂર્વ તૈયારીને સમય એટલે ૧૧૧૯ સંવત સુધીના ગાળે. : ૫. ૧૧૨૦ માં આચાર્યપદ અને વૃત્તિઓ લખવાને પ્રારંભ. ૬. ૧૫૫ લગભગ તેમને નિર્વાણ સમય. આ રીતે જોતાં તેઓએ એકંદર સડસડ વર્ષનું આયુષ્ય ભગવ્યું હેય. તેમના જીવનના કોઈ પ્રસંગે વિશે વા તેમના સંપૂર્ણ આયુષ્યના પરિમાણ વિશે હજુ સુધી કે સ્પષ્ટ ઉલ્લેખ સાંપડ્યો નથી તેથી જ તેમના પ્રથમ વૃત્તિરચનાના સમયને ધ્યાનમાં રાખીને અહીં ઉપર જણાવેલી વર્ષની ગણનાને કલ્પવામાં આવેલ છે, એથી અહીં કલ્પેલી વર્ષની ગણના તદ્દન ખરેખરી હોય તેમ માનવાને કશું જ કારણ નથી. એ બાબત જે કઈ પ્રામાણિક ઉલેખ જડી જાય તે આ કલ્પનાને નરી કલ્પના જ સમજી લેવી. શ્રીઅભયદેવ પિતે જણાવે છે કે પિતે ૨૪ પાટણમાં રહીને વિક્રમ સંવત ૧૧૨૦ માં સ્થાનાંગ, સમવાયાંગ અને જ્ઞાતાધર્મ કથાંગની વૃત્તિઓ લખેલી છે. પછી ધોળકામાં રહીને ૨૫૧૧૨૪ માં સુવિહિતશિરોમણિ આચાર્ય હરિભદ્રકૃત પંચાશક ઉપર વૃત્તિ રચેલી છે. અને ત્યાર બાદ ૨૪૧૧૨૮ માં પાંચમા અંગે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અથવા ભગવતી સૂત્ર ઉપર વૃત્તિ રચેલી છે. અને આ સિવાય બીજી બીજી જે નાની વૃત્તિઓ અને કૃતિએ લખેલી છે તેમાં રચ્યા સાલ તેઓએ આપેલ નથી. એથી જન્મ અને દીક્ષા વચ્ચે સોળ વરસને ગાળે રાખી પછી દીક્ષા અને અભ્યાસકાળ દરમિયાન બીજાં દશ વરસને ગાળે કલયે છે અને પછી રેગ તથા તેના શમનનું ત્રણેક વરસનું તથા ૨૪ જુઓ સ્થાનાંગ, સમવાયાંગ, જ્ઞાતાધર્મવૃત્તિઓની પ્રશસ્તિ. ૨૫ જુઓ પંચાશકવૃત્તિની પ્રશસ્તિ. ૨૬ જુઓ ભગવતીસૂત્રની પ્રશસ્તિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36