________________
કરેલ છે એ સૂચવે છે કે શ્રી અભયદેવ તથા શ્રી દ્રોણાચાર્ય વચ્ચે એક રીતે જોતાં વિપક્ષભાવ હોવા છતાંય ધર્મદષ્ટિએ ભારે સખ્ય હતું. એ બને મેટામના ન હોય, ઉદાર ન હોય, એક બીજાની જુદી જુદી માન્યતાને સહી લેનારા ન હોય તે કદી પણ એમના વચ્ચે સખ્ય આદર અને સદ્દભાવ ન રહે અને એમ ન થાય તે અભયદેવની રચેલી વૃત્તિઓ ધાયા વિનાની જ રહે અને એમના ઉપર આદેયતાની–પ્રામાણ્યની મહેર ન જ વાગે. આ જોતાં દ્રોણાચાર્ય અને તેમની મંડળીનાં ઔદાર્ય, શાસનભક્તિ અને આગમપ્રેમ ભારે અદ્ભુત હતાં એમાં શક નથી રહેતું.
જે સમયે પાટણમાં કઈ સંવેગીને ઊતરવાનું ઠેકાણુંય ન મળે તેવે કપરે સમયે સંવેગીને આદર આપે અને તેમના ગ્રંથનું સમગ્ર અવેલેકન કરી સંશોધન કરી આપવું એ કાંઈ કે કાચી છાતીવાળાનું કામ નથી, એ તે મહાપ્રભાવશાલી ધર્મના ખરા અર્થમાં પ્રેમી એવા ઉદારમનના શ્રી દ્રોણાચાર્ય જ કરી શકે તથા આ તરફ ત્યાગી અપરિગ્રહી હોવા છતાં ય જે શ્રમણસંઘે શિથિલાચારી એવા છતાંય આગમભકત શ્રી દ્રોણાચાર્યના સંશેધનને કબૂલ રાખ્યું-પ્રામાણિક માન્યું અને તે સંશોધનને એક મહાપકારની જેમ સ્વીકૃતિ આપી તે પણ એક અદ્ભુત ભાવનાનું સૂચક છે.
આમ જેકે અભયદેવના સમયની પરિસ્થિતિ જેનશાસન માટે સુભગ ન હતી છતાંય શ્રીદ્રોણાચાર્ય જેવા ચિત્યવાસી મહાનુભાવ મહાપુરુષને લીધે એ અસુભગતાય સહી શકાય એવી હતી એ ભારે સંતોષનું કારણ હતું.
શ્રીદ્રોણાચાર્યે કેવળ વૃત્તિઓના સંશોધનની પ્રવૃત્તિથી સંતોષ ન માનતાં ઘનિર્યુક્તિ જેવા ચરણકરણપ્રધાન ગ્રંથ ઉપર લગભગ ૩°સાત હજાર શ્લેકપ્રમાણ વૃત્તિ પણ રચેલી છે અને તે ' નામનો સાદર ઉલ્લેખ:
નમ: બરસુતાનુયોrોધિચૈ શ્રીકોનાર્થમુહર્ષિ” (સ્થાનાંગવૃત્તિ). ૩૦ જુઓ બ્રહરિપનિકા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com