________________
મહાનુભાવતા અને ભાવભીતા સમજવા પૂરતું છે અને આમાંથી બીજું પણ એક સૂચન મળે છે કે ધર્મના પવિત્ર કાર્યમાં સદ્ભાવ સાથે જ્યાંથી જેટલી સહાયતા મળે તે બધી વિના સંકેચે આદરપૂર્વક કૃતજ્ઞતા સાથે લેવી એ ઉત્તમ કાર્ય છે.
પ્રભાવક ચરિત્રના કર્તા પ્રભાચંદ્રસૂરિ પિતાના શબ્દોમાં શ્રી અભયદેવસૂરિ વિશે જે વૃત્તાંત નોંધે છે તે સંક્ષેપમાં આ પ્રમાણે છે : આશરે દશમા સિકાને અંતે અને અગ્યારમા સૈકાના પ્રારંભમાં શ્રીવર્ધમાનસૂરિ૩૩ વિદ્યમાન હતા. તેઓ એક મોટા હરેડ ચૈત્યવાસી આચાર્ય હતા અને ચોરાશી ચેને બહોળે વહીવટ તેમના હસ્તક હતું. તેમ છતાં આગમેના અભ્યાસને બળે વિવેકપૂર્વક સન્માર્ગ અને દુર્ભાગનું પૃથક્કરણ કરી તેઓ શુદ્ધકિયાપાત્ર તપસ્વી અને ઉત્કટ સંયમી બન્યા હતા. પૂર્વે જેનું વર્ણન કર્યું છે તેવી ચૈત્યવાસની વિષમ પરિસ્થિતિને લીધે લેકમાં જૈનધર્મની થતી અપભ્રાજનાને ટાળવા અને શુદ્ધ કિયાની પ્રવૃત્તિ વધે તે માટે તેઓનું વિશેષ લક્ષ્ય ખેંચાયું.
તે વખતે ખાસ કરીને ગુજરાતમાં અને તેમાંય તેની રાજધાની પાટણમાં ચિત્યવાસીઓની ભારે પ્રબળતા હતી, તેની સામે થઈને તેમની શિથિલતાને દૂર કરવા અને તેઓ શુદ્ધ કિયાપાત્ર બને તે જ એક હેતુથી તેમણે પિતાના વિદ્વાન ધીર ગંભીર અને સહનશીલ એવા જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ નામના બે શિષ્યોને પાટણ જવાને આદેશ કર્યો અને મરણત કષ્ટ સહીને પણ શુદ્ધ ક્રિયામાર્ગને પ્રચાર કરવાની જવાબદારી તેમને માથે મૂકી.
આ બન્ને મહાનુભાવે ફરતાં ફરતાં પાટણમાં તે આવી પહોંચ્યા. પછી તેઓ બને ઉતા મેળવવા પાટણને એકેએક પાડે ખૂંદી વળ્યા છે અને એકેએક ઘર ફરી વળ્યા, છતાંય તેમને ૩૦ જુઓ પ્રભાવકચરિત્ર શ્રી અભયરિચરિત્ર પૃ૦ ૧૬૩ થી ૧૬૬, ભલે
૯૧ થી ૧૭૪. ૩૪ જુઓ પ્રભાવરિત્ર પૃ૦ ૧૬ર લે ૪૭– ૨૮]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com