________________
ધર્મની રક્ષા માટે, ચેત્યની સુરક્ષિતતા માટે અને શ્રી મહાવીરના તીર્થની ચિરંજીવિતા માટે ધર્મને નામે ચાલવા લાગ્યું, એટલે એમની સામેય કેણ થઈ શકે ?
એ ચિત્યવાસી સાધુઓ મંત્ર તંત્ર જંત્રતિષ વૈદ્યક અને ધંધારોજગાર વગેરેની લોકપ્રિય પ્રવૃત્તિઓમાં ભારે કુશળ હતા તેથી જનતામાં તેમની ભારે લાગવગ વધેલી. તે સમયના કેટલાક રાજાઓ પણ તેમના પ્રભાવમાં આવી ગયા હતા અને શ્રાવકે તે પહેલેથી જ એમના પ્રભાવથી અંજાયેલા હતા.
આવી જેનશાસનની ન કલ્પી શકાય એવી ભયંકર દુર્દશા જેવા છતાંય કેની મગદૂર છે કે તેમની સામે એક હરફ પણ કાઢી શકાય ?
વિક્રમના આઠમા સૈકામાં થયેલા પ્રખ્યાત સંવેગી આચાર્ય શ્રી હરિભદ્ર જેકે આ પરંપરાના હતા છતાંય તેઓના ખ્યાલમાં જેનશાસનની એ દુર્દશા આવી જ ગયેલી તેથી તેઓએ એને ખૂબ વિરોધ કરેલ અને એમાં સુધારો કરવા ભારે મથામણ કરેલી. પિતે એ પરંપરાના શૈથિલ્યને ત્યાગ કરી સંવેગ માગે ચડ્યા અને ધર્મના શુદ્ધ સ્વરૂપને સમજાવવાના પ્રયાસમાં તેમણે પિતાનું આખુંય જીવન વીતાવી દીધું.
આ બધી બાબત તેમણે પિતાના ચરણકરણાનુયેગને લગતા પંચાશક ષોડશક અષ્ટક સંબધપ્રકરણ વગેરે ગ્રંથમાં જોરશોરથી જણાવેલી છે. આમ છતાંય કઈ રડ્યાખડયા આત્માથી જ એ પરંપરાથી છૂટા રહ્યા અને બહુમતી તે એ પરંપરાની જ ટકી.
આમ ઠેઠ વિક્રમના અગિયારમા સૈકા સુધી એમનું તાંડવ ચાલતું રહ્યું અને એને લીધે જ શ્રી અભયદેવસૂરિના કહેવા પ્રમાણે આગમના અભ્યાસની પરંપરા છિન્નભિન્ન થઈ ગઈ. આગમને સ્વાધ્યાય તે ટકે પણ શી રીતે ? એ ચૈત્યવાસી મુનિઓ ત્યાગની વાણીને બેધનારા આગમના અધ્યયનને મહત્વ શા માટે આપે ? આમ થવાથી જેમનાં અધ્યયન અધ્યાપન વાચના પ્રચ્છના પરા૨૪]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com